પડતર પ્રશ્નોને લઈ SPG ફરી મેદાને, પાટીદાર આંદોલનના આપ્યા સંકેત

ADVERTISEMENT

lalji patel
lalji patel
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતી આધારિત બેઠકો માંગવાની શરૂઆત થવા લાગી છે . સમાજના પ્રશ્નોને લઈ સંગઠનો મેદાને ઉતરી ચૂક્યા છે. સરકાર સામે અનેક માંગણીઓ આવવા લાગી છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલ ખાતે SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પહેલા પોતાની 2 પડતર માંગણીઓ સાથે સરકાર મોરચો માંડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આંદોલનના સંકેત પણ આપવામાં આવ્યા છે.

7 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલ્યા
પાટીદાર સમાજના પ્રશ્નો મામલે લાલજી પટેલે કહ્યું કે, અમારા બે જ મુદ્દા છે. પાટીદાર આંદોલન દરમિયાન યુવાનો પર જે કેસ થયા હતા તે પરત લેવામાં આવે. 14 યુવાનો શહિદ થાય તેમના પરિવારને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવાની માંગ છે.   7 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલી ગયા અને 2 પ્રદેશ પ્રમુખ બદલી ગયા અને બધાએ એક જ વાત કરી કે વહેલી તકે નિર્ણય આવશે. બે મુદ્દા ક્લિયર કરવા 7 વર્ષ કેમ થયા.

સરકાર આંદોલન ઇચ્છી રહી?
અમદાવાદ ખાતે મળેલી બાબતે લાલજી પટેલે જણાવ્યું કે, SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આચારસંહિતા લાગે તે પહેલા અમારા સમાજના મુદ્દાઓ ક્લિયર કરવામાં નહીં આવે તો અમારા 52 સભ્યોની ટીમ નક્કી કરશે કે આવનાર સમયમાં અમારી શું રણનીતિ હશે. સરકાર શું આંદોલન ઇચ્છી રહી છે? આંદોલન પહેલા આ પ્રશ્નો ના પતિ જાય? જ્યારે પણ મળીએ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને તો કહેવામાં આવે કે મુદ્દાઓ તો સામાન્ય છે. તો શું 7 વર્ષ લાગે મુદ્દા ક્લિયર કરવા માટે?

ADVERTISEMENT

સરકાર લોલીપોપ આપે છે
સરકાર વારંવાર અમને લોલીપોપ જ આપે છે. મોત ગજાના લોકો સરકારને મળે ત્યારે કહે કે થોડા દિવસમાં મુદ્દાઓ પતિ જશે તો 7 વર્ષ થોડા લાગે. લાગે છે કે ગુજરાત  સરકારથી કશું થવાનું નથી. હવે વડાપ્રધાન સિવાય કોઈ વિકલ્પ નથી. અમે વડાપ્રધાનનો પણ સમય માંગ્યો છે. આવનાર સમયમાં વડાપ્રધાન ને મળી અને રજૂઆત કરવાના છીએ. જો ત્યાં પણ નિકાલ નહીં આવે તો અમારા પાસે આંદોલન ઓપ્શન છે. અને તેના સિવાય કોઈ છૂટકો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT