સ્મૃતિ ઈરાનીએ ભાજપની જીતનો દાવો કર્યો, કોંગ્રેસ અને ગેહલોત પર પ્રહાર કરતા કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂરૂ થઈ ગયું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો હવે બીજા તબક્કાના મતદાન માટે મેદાનમાં ઉતરી ગઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે સ્મૃતિ ઈરાનીએ ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો છે. આની સાથે અશોક ગેહલોત પર પણ આકરા પ્રહાર કર્યા છે. અહેવાલો પ્રમાણે સ્મૃતિ ઈરાનીએ જણઆવ્યું કે જેમનાથી પાયલટ નથી સચવાતા તેઓ ગુજરાતમાં સરકાર કેવી રીતે બનાવવાની વાતો કરે છે. આ પ્રમાણેના દાવાઓ રહેવા દે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું…
સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સરકાર બનશે એવો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસ જો સત્તામાં આવી તો કેટલા મુખ્યમંત્રી હશે એ સંબંધી દાવાઓ કર્યા છે. ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગે ગુજરાત ફતેહ કરવા સતત રણનીતિ બનાવતા હોવાનો રિપોર્ટ્સમાં ઉલ્લેખ થતો રહે છે. જોકે આ દરમિયાન મીડિયા અહેવાલો પ્રમાણે સ્મૃતિ ઈરાનીએ ગેહલોત પર કટાક્ષ કર્યો છે કે જેમનાથી પાયલટ સંભાળી શકાતા નથી. તેઓ ગુજરાતની ચિંતા ન કરે એમાં જ સારુ રહેશએ.

ગુજરાતમાં ભાજપ જ જીતશે- સ્મૃતિ ઈરાની
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ જીતશે એવા દાવા સાથે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે લોકોને પણ દરેક પાર્ટીની સચ્ચાઈ ખબર જ છે. તેમણે મહિલા મતદાતાઓએ પણ સારા પ્રમાણમાં મત આપ્યો હોવાનું જણાવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT