પાટીદારો પર રાહુલનું નિશાન, પોતાની સભામાં સરદાર પટેલનું લીધું 31 વખત નામ
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે સભા સંબોધી હતી. અને આ સભામાં 28 મિનિટના ભાષણમાં તેમણે 31 વખત સરદાર વલ્લભ ભાઈ પટેલનું નામ લીધું હતું. આમ રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલના રાજ્યમાં તેમનું સતત સ્મરણ કર્યું હતું. રાહુલ ગાંધીનું નિશાન પાટીદારો પર રહ્યું.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. એક બાદ એક નવા સમીકરણો રચાવા લાગ્યા છે. ચૂંટણી પહેલા ફરી એકવખત સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગુંજતુ થયુ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગમી ચૂંટણીને લઈને ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના ‘પરિવર્તન સંકલ્પ સંમેલન’ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, માં જો સરદાર હોત તો તેમણે શું કર્યું હોત અને આજે તેમના નામે ભાજપ સરકારમાં શું થઈ રહયું છે તેના પર રાહુલ ગાંધીએ સંવાદ કર્યો. એટલું જ નહીં રાહુલ ગાંધીએ એ પ્રશ્ન પણ કરી નાખ્યો કે સરદારની પ્રતિમા તો બનાવી નાખી પરંતુ તેમન વિચારોને કેવી રીતે આત્મસાત કરશો? આમ રાહુલ ગાંધીએ 28 મિનિટમાં 31 વખત સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લીધું હતું.
આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં દિગ્ગજ નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ સરદાર ભૂમિ પર તેમના નામે થઈ રહેલ રાજનિતીને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો. સામાન્ય રીતે ભાજપ સરદાર પટેલને કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનો રાગ આલાપતા હોય છે ત્યારે ગુજરાતની ધરતી પર હાલની સ્થિતિએ સરદાર હોત તો ખેડૂતો, કચડાયેલા વર્ગ માટેના આંદોલનમાં તેમની શું ભૂમિકા હોત એના પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ફરી એક વખત ચૂંટણી પહેલા સરદાર વલલાબભ ભાઈ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ પાટીદાર સમાજ પર નિશાન સાધ્યું હતું. આ સાથે આગમી ચૂંટણીમાં પાટીદાર સમાજ તરફની રણનીતિ ઘડવામાં આવશે તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT