‘અમિતશાહને મળીને પુછીશ…’, સંજય રાઉત બોલ્યા, જાણો જેલમાંથી બહાર આવ્યા પછી કેમ કહ્યું આવું
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી બહાર આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતે ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. AajTakને આપેલા ઈન્ટરવ્યુમાં સંજય રાઉતે…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી બહાર આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતે ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. AajTakને આપેલા ઈન્ટરવ્યુમાં સંજય રાઉતે પોતાની ભવિષ્યની રણનીતિ વિશે વિગતવાર વાત કરી છે. ઉપરાંત તેમના તરફથી શિવસેનાના ભવિષ્ય પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
કમિટિ રચીને તપાસ કરવાની કરી માગ
સંજય રાઉતે કહ્યું છે કે હું ગૃહમંત્રી અમિત શાહને મળીશ, તેમને પૂછીશ કે મેં શું ગુનો કર્યો છે. મને મળવાનો અધિકાર છે, એક સાંસદની અટકાયત કરીને જેલમાં રાખવામાં આવ્યા, મારે મારો અવાજ ઉઠાવવો પડશે. હું ઈચ્છું છું કે પૂર્વ ચીફ જસ્ટિસ લલિતની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે અને આ મામલાની તપાસ કરવામાં આવે. રાઉતે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે તેમના જેલને કારણે પરિવાર પર પણ તેની અસર થઈ હતી.
બદલો કેમ લે છે મારી પાસેથીઃ રાઉત
આ વિશે તેઓ કહે છે કે મારી ઉપર ખોટો કેસ છે, મને તે વિશે કંઈ ખબર નથી. આ લોકો તો આગળ પણ ખોટા કેસ કરશે, પરંતુ ગભરાવાનું નથી, મક્કમતાથી તેનો સામનો કરવાની જરૂર છે. આ બીજેપીવાળાઓને બહુ શ્રાપ લાગશે, તેમને પણ બાળકો છે. જો ભાજપ સરકાર ઈચ્છતી હોત તો મારી ધરપકડ અટકાવી શકાઈ હોત પણ તેને લાગ્યું કે મારા જેવા લોકો તેના માટે ખતરો બની જશે. અગાઉ દેશમાં આવું રાજકારણ નહોતું. આ લોકોએ પાકિસ્તાન પાસેથી બદલો લેવો જોઈએ, ચીન પાસેથી લેવો જોઈએ… આતંકવાદ પાસેથી લેવો જોઈએ… આ શું ભાષા છે, શા માટે તેઓ આપણાથી બદલો લે છે. જો આવું કરીશું તો દેશની લોકશાહી ખતમ થઈ જશે.
ADVERTISEMENT
શિવસેનાના બળવા અંગે કરી વાત
વાતચીત દરમિયાન સંજય રાઉતે શિવસેનામાં બળવા અંગે પણ પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે 40 ધારાસભ્યો છોડી ગયા છે તેમાંથી પણ ઘણા તેમના સંપર્કમાં છે. તેઓ આશા રાખે છે કે કેટલાક પાછા પણ આવી શકે છે. તેણે દાવો કર્યો હતો કે બળવા દરમિયાન ઘણા ધારાસભ્યોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ રાઉત એકનાથ શિંદે અને તેમના કેમ્પ વિશે કહે છે કે તમે સ્વાર્થ માટે બાળાસાહેબનું નામ ઇચ્છતા હતા, નહીં તો લોકો તમને જૂતાં મારશે. હું અહીં સ્પષ્ટ કરી દઉં કે અમે તેની સાથે ક્યારેય બ્રેકઅપ કર્યું નથી. તેઓ જૂના શિવસૈનિક છે.
‘…પીઠમાં ખંજર નહીં મારે’
શુક્રવારે આદિત્ય ઠાકરે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા, તેના પર પણ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે મહા વિકાસ અઘાડી ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહેવાની છે. તેઓ કહે છે કે આદિત્ય અને રાહુલ બંને યુવા નેતા છે. જો આદિત્ય કોઈની સાથે ચાલતો હોય તો જેનો હાથ પકડી રહ્યો હોય તેની પીઠમાં તે ખંજર નહીં મારે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT