સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની તબીયત લથડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાનની તબિયત લથડી છે. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમ ખાનને…
ADVERTISEMENT
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાનની તબિયત લથડી છે. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમ ખાનને રાત્રે 3 વાગે સર ગંગા રામ હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમ સાથે તેમના પરિવારના સભ્યો પણ હાજર છે. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એક મિનિમલી ઈન્વેસિવ સર્જરી (MIS) કેસ છે જેના માટે આઝમને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા તેની હાલત સ્થિર જાહેર કરવામાં આવી છે.
પરિવારજનોનું કહેવું છે કે ગઈકાલે સાંજે રોઝા ઈફ્તાર બાદ આઝમ ખાનની તબિયત બગડી હતી. ડોક્ટરોનું કહેવું છે કે આઝમ ખાનની હાલત હાલમાં સ્થિર છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે. વાસ્તવમાં યુપી સરકારના પૂર્વ મંત્રી અને સપાના નેતા આઝમ ખાન આ પહેલા પણ ઘણી વખત બીમાર પડ્યા હતા. અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમને હાર્ટ એટેક આવતા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ આઝમ ખાનની સારવાર કરી હતી.ખાનના હૃદયની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પછી , હૃદયમાં સ્ટેન્ટ નાખવામાં આવ્યો હતો. આઝમ ખાન પગમાં હર્નીયા અને ગેંગરીનની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરોએ કહ્યું છે કે તેના પગના ઓપરેશનમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે. હર્નિયાની ફરિયાદ પણ છે.
આ પહેલીવાર નથી કે જ્યારે સપા નેતા આઝમ ખાનની તબિયત બગડી હોય. આ પહેલા પણ આઝમ ખાનને ઘણી વખત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ પછી તેમની વિધાનસભાની સદસ્યતા જતી રહી. આઝમ ખાને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે રામપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી પણ થઈ ચુકી છે અને ત્યાંથી ભાજપના આકાશ સક્સેના ધારાસભ્ય છે.
ADVERTISEMENT
અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે
આઝમ ખાન સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. અને તેઓ 10 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આઝમ ખાને જેલમાં રહીને ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પરંતુ ચૂંટણીના થોડા મહિના પછી, આઝમ ખાનને ભડકાઉ ભાષણના કેસમાં અદાલતે ત્રણ વર્ષની સજા સંભળાવી હતી, જેના પછી તેમને તેમની વિધાનસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT