વિરમગામમાં પોસ્ટર પોલિટિક્સ જામ્યું, હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા બેનરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને આવતીકાલે બીજા તબક્કાની 93 બેઠકો માટેનું મતદાન યોજાવાનું છે. ત્યારે હવે ચુંટણીની છેલ્લી ઘડીએ  રાજકીય ખેલ જામ્યો છે. હાર્દિક પટેલના પોતાના મતવિસ્તારમાં જ વિરોધના સુર ઉઠ્યા છે.  વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ બેનરો લાગ્યા છે.

એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ ચૂંટણીની છેલ્લી ઘડીએ વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લગાવવામાં  આવ્યા છે. આ જુદા જુદા બેનરમાં હાર્દિક પર પ્રહારો કરવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે લોહીનો ના થાય એ કોઈનો ના થાય. શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં.  ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ, હાર્દિક જાય છે, જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરા, 14 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે?  આમ ચૂંટણી પહેલા વિરમગામમાં બેનર પોલિટીક્સ ગરમાયું છે. બેનર પર પાટીદાર આંદોલન સમિતિ લખવામાં આવ્યું છે. 

બીજા તબક્કામાં આ બેઠકો પર થશે મતદાન
બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારના 14 જિલ્લાઓમાં મતદાન થશે. જેમાં બનાસકાંઠા (09), પાટણ (04), મહેસાણા (07), સાબરકાંઠા (04), અરવલ્લી (03), ગાંધીનગર (05), અમદાવાદ (21), આણંદ (07), ખેડા (06), મહિસાગર (03) ) પંચમહાલ (05), દાહોદ (06), વડોદરા (10) અને છોટાઉદેપુર (03) બેઠકો માટે મતદાન થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT