ગાંધીજીના નામે આ તરકટ બંધ કરવું જોઈએ : શંકરસિંહ વાઘેલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાત તકના કાર્યક્રમ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મે જિંદગીમાં પ્રજાને આપ્યું છે ભાજપમાં હતો ત્યારે પણ જનતાને આપ્યું હતું. કોંગ્રેસમાં હતો ત્યારે પણ જનતાને આપ્યું હતું. લોકોની સરકાર બનાવી હતી એટલે ટનાટન સરકારના નામ થી 1 વર્ષમાં એસ્ટાબ્લીશ થઈ હતી. ગુજરાતમાં અત્યારે 50 લાખ લોકો બેરોજગાર છે. મહેન્દ્રભાઈ ભાજપમાં જોડાવા અંગે પૂછતાં શંકરસિંહે જનવ્યું હતું કે  હું ભાજપમાં હતો ત્યારે રાજીવ ગાંધી ગુજરાત આવ્યા હતા અને તે સમયે  રાજીવ ગાંધીને મહાદેવન દર્શન કરાવ્યા હતા. અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે મહાદેવન દર્શન કરવા માટે મારા પુત્ર મહેન્દ્રભાઇએ મહાદેવના દર્શન કર્યા. મહેન્દ્રભાઇ ટ્રસ્ટના પ્રમુખ છે અને અમિત શાહનો મત વિસ્તાર છે. એટલે કોઈ પક્ષ માં જોડાય તેવું કશું નથી હોતું. ..

દારૂ નશો કરવા માટે નથી. ચા પીવા જેવી વસ્તુ છે
બાપુએ વીજળીના ભાવ ઘટાડ્યા છે. બાપુએ બહેનોને અનામત અપાવ્યું છે. બાપુએ 110 પોલીસ સ્ટેશન બનાવ્યા. દારૂ નશો કરવા માટે નથી. ચા પીવા જેવી વસ્તુ છે. મુંબઈમાં પીવાય દિલ્હીમાં પીવાય છે. હું સરકારનો રોલ માં બાપ તરીકે જોવ છું.  ગાંધીજીના નામે આ તરકટ બંધ કરવું જોઈએ. કાયદો છે પણ કાયદો નથી સરકારની મહેરબાનીથી જ લઠ્ઠાકાંડ થાય એમને એમ થોડો થતો હશે.

મજબૂત વિપક્ષ પ્રજા છે.
શંકરસિંહ વાઘેલાને મજબૂત પક્ષ કોણ છે તે પૂછતાં તેમણે જણાવ્યું કે, મજબૂત વિપક્ષ પ્રજા છે. નાગરિકે વિચાર કરવો જોઈએ. દુનિયા કયા જઇ રહી છે. શંકરસિંહ વાઘેલાએ મત માટે ક્યારે ખોટો વાયદો કર્યો નથી. ભાજપનો મિત્ર ગુજાર્યો હોય તો તેમના ઘરે જાવ છું. કોંગ્રેસનો ભૂતકાળ હતો એવો કાલે ભાજપનો પણ થઈ શકે, કાલે કઈ પાર્ટી ઉદયમાં આવે તે પ્રજા નક્કી કરશે. 2017માં જન્મ દિવસે જ કહ્યું કે બાપુ રિટાયર્ડ થયા નથી. 2022માં એક્ટિવ રહીશ. 2022 માં હું પરિવર્તનનો પવન જોઈ રહ્યો છું.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT