PM મોદી 182 બેઠકોના દોઢ કરોડ કાર્યકરોને એક સાથે સંબોધશેઃ 1 નવેમ્બરે ડિજિટલ સંવાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપને ચૂંટણી જીતાડવા સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્રીય નેતાગીરી કાર્યરત થઈ છે. હાલમાં જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપને ચૂંટણી જીતાડવા સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્રીય નેતાગીરી કાર્યરત થઈ છે. હાલમાં જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ઉમરાગામ, મહેસાણા, તાપી, સુરત અને નર્મદા સહિત ઘણા પ્રવાસોમાં તેમણે વિવિધ ખાતમુહૂર્ત, લોકાર્પણ અને આગામી સમયના પ્લાનીંગની જાહેરાતો કરી હતી. હવે ગુજરાતમાં આગામી સમયમાં 182 બેઠકો પર તેમના દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતો સંવાદ પણ પ્લાન થઈ ગયો છે. આગામી 1 નવેમ્બરે તેઓ 182 વિધાનસભા બેઠકો પર રહેલા પેજ સમિતિના કાર્યકરો અને નેતાઓ મળી કુલ દોઢેક કરોડ કાર્યકરોને તેઓ સંબોધિત કરવાના છે.
દિવાળીની રજાઓ માણ્યા પછી કાર્યકરોમાં એનર્જીનો બુસ્ટર ડોઝ
આગામી વિધાનસભા ચૂંટણીમાં એક તરફ વિપક્ષો મોંઘવારી, એજ્યૂકેશન, મહામારીમાં લોકોને પડેલી મુશ્કેલીઓ વગેરે જેવા મુદ્દાઓને લઈને મતદારોને પોતાની તરફ વાળવાના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ભાજપ આગામી સમયમાં ગુજરાતની જનતાને કેવી કેવી રીતે ફાયદો મળશે અને કેવી સુવિધાઓ મળશે તેના પ્લાનીંગની લોકો સામે જાહેરાત કરી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય ગુજરાતની લગભગ તમામ મોટી પોલિટિકલ પાર્ટીના કેન્દ્રીય નેતાઓનો હાલમાં ગુજરાત પ્રવાસ વધી ગયો છે અને તેનું એક માત્ર કારણ આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પરિવાર સાથે મનાવ્યા પછી ચૂંટણીની કામગીરીમાં કાર્યકરો ફરીથી લાગી જાય તેવી ભાજપ નેતાગીરીની ઈચ્છા છે. તેથી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ કાર્યકરોને રજાઓ પછી આવી ગયેલી સુશુપ્તતાને દુર કરીને ફરી એનર્જીનો બુસ્ટર ડોઝ મળે તે માટે તત્પર પણ છે.
ADVERTISEMENT
ડિજિટલ સંવાદથી વધારશે કાર્યકરોનો જુસ્સો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સત્તાનો દબદબો ધરાવતી ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ અહીં આ જ પ્રમાણે લોકોને આકર્ષવામાં સતત મહેનત કરી રહેલા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં ગુજરાતનો સતત પ્રવાસ ખેડી રહ્યા છે પરંતુ આગામી સમયમાં 182 બેઠકો માત્ર નરેન્દ્ર મોદીની જ મહેનતથી ચૂંટણી જીતી શકાય તેમ નથી અને તે વાત નરેન્દ્ર મોદી પણ જાણે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતાઓ હંમેશા કાર્યકરોને જાહેરમાં ચૂંટણીમાં તમારી મહેનતથી જ જીત મળી શકે છે તેવું કહી પીઠ પણ થાબડતા આવ્યા છે. આમ પાર્ટીના કાર્યકરને ચૂંટણી દરમિયાન પોતાના વર્તન અને વાણી ઉપરાંત કયા પ્રકારની ચૂંટણી લક્ષી કામગીરીઓ પર આગળ વધવાનું છે તે સતત શિખવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો જુસ્સો વધારવા અને તેમને ચૂંટણીની જીત માટે દિશાનિર્દેશ કરવા માટે આગામી 1 નવેમ્બરે ડિજિટલ સંવાદ કરીને 182 બેઠકોના પેજ સમિતિના દોઢ કરોડ કાર્યકરોને સંબોધિત કરવાના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT