PM મોદીના નામ પર નવો રેકોર્ડ, X પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા દુનિયાના પ્રથમ નેતા બન્યા

ADVERTISEMENT

પીએમ મોદીની તસવીર
PM Modi
social share
google news

PM Modi X Followers: PM નરેન્દ્ર મોદીએ વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી છે. વડાપ્રધાન મોદી વિશ્વના એવા પ્રથમ નેતા બન્યા છે જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. છેલ્લા 3 વર્ષમાં વડાપ્રધાનના X હેન્ડલ પર અંદાજે 30 મિલિયન જેટલા ફોલોઅર્સ જોડાયા છે.

INDIA ગઠબંધનના નેતાઓ કરતા PMના ફોલોઅર્સ વધુ

અન્ય રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સરખામણીમાં વડાપ્રધાન ખૂબ જ આગળ નીકળી ગયા છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના 26.4 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના 19.9 મિલિયન અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના 7.4 મિલિયન ફોલોઅર્સ છે.

આ પછી RJDના લાલુ પ્રસાદ યાદવના 6.3 મિલિયન, તેજસ્વી યાદવના 5.2 મિલિયન ફોલોઅર્સ અને NCP ચીફ શરદ પવારના 2.9 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓના મળીને 95 મિલિયન ફોલોઅર્સ થાય છે, જેની સામે PM મોદીના એકલા 100 મિલિયન ફોલોઅર્સ છે.

ADVERTISEMENT

વૈશ્વિક નેતાઓમાં પણ PM મોદી આગળ

વર્લ્ડ લીડર્સની વાત કરીએ તો આ યાદીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ આગળ છે. અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેનના હાલમાં 38.1 મિલિયન ફોલોઅર્સ છે, આ પછી દુબઈના વર્તમાન સાશક એચ.એચ. શેખ મોહમ્મદના 11.2 મિલિયન, પોપ ફ્રાન્સિસના 18.5 મિલિયન ફોલોઅર્સ છે.

    follow whatsapp

    ADVERTISEMENT