વડાપ્રધાન મોદી મહાદેવના શરણે, જાણો કેદારનાથ પ્રવાસના શેડ્યૂલમાં થયેલા ફેરફાર વિશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ વડાપ્રધાન મોદી અત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને સુપર એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેવામાં બેક ટુ બેક ગુજરાતને વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ આપ્યા પછી તેઓ મહાદેવના શરણે જશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબરે સવારે 7.30 વાગ્યે કેદારનાથ જશે. અહીં વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કર્યા પછી તેઓ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારપછી તેઓ બદ્રીનાથ જવા નીકળશે. જોકે આ શેડ્યૂલમાં ફેરફાર થયા હતા, પહેલા તેઓ સવારે 11 વાગ્યે કેદારનાથ પહોંચવાના હતા, જોકે આ શેડ્યૂલમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે.

વડાપ્રધાનના પ્રવાસ પહેલા ચુસ્ત બંદોબસ્ત
PM મોદીની સુરક્ષા માટે મંદિરની આજુબાજુ બેરિકેડિંગ કરી દેવાયું છે. અહીં તેમના આગમન પૂર્વે કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ મેરિગોલ્ડ (ગલગોટા) ફૂલોથી સજાવ્યા છે. અહીં અહેવાલો પ્રમાણે વડાપ્રધાનના આગમન પૂર્વે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તથા પોલીસ પ્રશાસનને પણ હાઈ એલર્ટ પર તૈનાત કરી દેવાયા છે.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલે PM મોદીના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના યોગદાનની પ્રશંસા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત અત્યારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ અગ્રેસર છે. વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ અત્યારે ગુજરાતમાં સૌરઉર્જાના વપરાશને લગતી પહેલ પણ જોરશોરથી ચાલી રહી છે. તેવમાં જો સમગ્ર દેશની વાત કરીએ તો ગુજરાતમાં દેશમાં સૌથી વધુ 4 લાખ ઘરોમાં સોલર પેનલ લગાવાઈ છે. આનાથી સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બની રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT