ગુજરાતમાં 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસનો 2022માં 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે ગુજરાતને રાજકીય રંગ લાગવા લાગ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવતાની સાથે ત્રિ પાંખીયા જંગનું બુંગણ ફૂંકાયું છે. આમ…
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે ગુજરાતને રાજકીય રંગ લાગવા લાગ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવતાની સાથે ત્રિ પાંખીયા જંગનું બુંગણ ફૂંકાયું છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને મેદાને ઉતારી દીધા છે. ચૂંટણીની જાહેરાત પહેલા તેમણે પોતાના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તો હવે કોંગ્રેસમાં પણ મિટિંગોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નીરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીલીન્દ દેવરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ તમામ લોકસભા નીરીક્ષકો સાથે સંવાદ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહી અને સક્રિય રાજકારણમાં વાપસી કરી છે.
લોકસભા નીરીક્ષકોની બેઠકને સંબોધન કરતાં છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. સિંહ દેવે ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારૂ કામ કરતી હશે તેવુ હું માનતો હતો. પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધી – સરદાર સાહેબના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય, ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાય, ૧૪થી વધુ વખત પેપર ફુટે, એકજ જીલ્લામાં ૨૫૦૦૦થી વધુ ગાયોનું મૃત્યુ થાય વગેરે સહિતની વિગતોથી ભાજપ મોડલની નિષ્ફળતા ઉજાગર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવુ ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. અમારો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ નીરીક્ષકોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠકો સાથે આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનીંગ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જનજનને સાંકળીને ૨૦૦૦થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે તેવો નિર્ધાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભાની સમસ્યાઓને સાંકળીને, જનતાના મુદ્દાને સાંકળીને, વિધાનસભા દીઠ ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં હરીફાઈ માત્રને માત્ર ભાજપ – કોંગ્રેસ વચ્ચે છે. બાકીની તમામ પાર્ટીઓ ભાજપની બીટીમ છે.
૧૨૫ બેઠકો સાથે જનજનની સરકાર બનાવવામાં આવશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય, ગાયોની હત્યા થાય, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ યોજશે. નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારુ બુથ મારુ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનીંગ કરવામાં આવશે. ગુજરાતના ચારેય ઝોનમાં મોંઘવારી, બેરોજગારી, દારૂ-ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, મોંઘુ શિક્ષણ, કથળતુ આરોગ્યતંત્ર અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે યાત્રા શરૂ કરવામાં આવશે. ૨૬ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ લોકસભા નીરીક્ષક, તમામ જીલ્લા પ્રમુખઓ, પ્રદેશ લોકસભા નીરીક્ષકઓ, વિધાનસભા પ્રદેશ નીરીક્ષકઓ અને સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી. નિમાયેલા સીનીયર નીરીક્ષકો આવતી કાલથી પોતાના વિસ્તારમાં જશે. ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરી રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. ગાંધી સરદારના ગુજરાતમાં ૧૨૫ બેઠકો સાથે જનજનની સરકાર બનાવવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાષ્ટ્રીય નામના મેળવનાર અને અનેક એવોર્ડ વિજેતા, ત્રીસ વર્ષથી વધુ વિદેશમાં રહેનાર બેરીસ્ટર એવા ભારૂલત્તા કાંબલે અને સુરતના નામાંકીત ન્યુરો સર્જન એવા ડૉ. સુબોધ કાંબલેએ કોંગ્રેસમાં જોડાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT