નીતિશ સરકારની કેબીનેટનું કાલે વિસ્તરણ, અપક્ષને પણ લાગી શકે છે લોટરી
નવી દિલ્હી: બિહારમાં નવી સરકારની રચના બાદ હવે આવતી કાલે મંગળવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. નીતિશ-તેજશ્વી સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની સંભવિત યાદી પણ…
ADVERTISEMENT
નવી દિલ્હી: બિહારમાં નવી સરકારની રચના બાદ હવે આવતી કાલે મંગળવારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. નીતિશ-તેજશ્વી સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની સંભવિત યાદી પણ સામે આવી છે. બિહાર સરકારમાં કુલ 31 મંત્રીઓ હશે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ યાદવને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે .
કેબિનેટમાં ભાગીદારીની વાત કરીએ તો RJD ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં જોવા મળે છે. તેમની પાસે 15 મંત્રીઓ હશે. તે જ સમયે, સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુના 11 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે, જેમાં ઉપેન્દ્ર કુશવાહનું નામ પણ સામેલ છે. બિહારમાં મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પક્ષ સામેલ છે. જેડીયુ ઉપરાંત આરજેડી, કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવમ મોરચા (ham) ને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. અપક્ષ ધારાસભ્યને પણ મંત્રીપદની લોટરી લાગી શકે છે.
નીતિશ સરકારના સંભવિત મંત્રીઓ
ADVERTISEMENT
JDU
- બિજેન્દ્ર યાદવ
- વિજય ચૌધરી
- શ્રવણ કુમાર
- ઉપેન્દ્ર કુશવાહા
- અશોક ચૌધરી
- મદન સાહની
- દામોદર રાઉત
- સંજય ઝા
- જામા ખાન
- સુમિત કુમાર સિંહ
- લેસી સિંઘ
rjd
ADVERTISEMENT
- તેજ પ્રતાપ યાદવ
- સુરેન્દ્ર યાદવ
- ચંદ્રશેખર
- શશી ભૂષણ સિંહ
- કાર્તિક સિંહ
- કુમાર સરબજીત
- ભૂદેવ ચૌધરી
- અખ્તરુલ ઇસ્લામ શાહીન
- શાહનવાઝ
- સમીર મહાસેઠ
- અનીતા દેવી
- આલોક મહેતા
- રાહુલ તિવારી
- સુધાકર સિંહ
- અનિલ સાહની
કોંગ્રેસ
ADVERTISEMENT
- શકીલ અહેમદ
- રાજેશ કુમાર
HAM
- સંતોષ માંઝી
બિહારમાં આવતીકાલે સવારે 11.30 વાગ્યે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ ચૂક્યા છે. નીતિશ કુમાર આઠમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા અને તેજસ્વી યાદવ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા. નીતિશ કુમારે 24 ઓગસ્ટે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. મહાગઠબંધનમાં નાના-મોટા મળીને કુલ સાત પક્ષ સામેલ છે.બ નીતિશ કુમારે ગયા અઠવાડિયે જ રાજ્યપાલને સાત પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થન સાથે એક પત્ર સોંપ્યો હતો. બિહારમાં નીતિશ કુમારે બીજેપી સાથેનું ગઠબંધન તોડીને તેજસ્વી યાદવ સાથે સરકાર બનાવી. આ નિર્ણય લેતા નીતિશ કુમારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્યમાં જેડીયુ પક્ષને નબળો પાડવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT