મુંબઈ ગુજરાતનો હિસ્સો બનશે? જાણો શું કહ્યું મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ

ADVERTISEMENT

Nana Patole
Nana Patole
social share
google news

અમદાવાદ: ગુજરાતને તાજેતરમાં ફોક્સકોન-વેદાંત પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટને લઈ હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 1.54 લાખ કરોડનો ફોક્સકોન-વેદાંતા પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સતત ચર્ચામા છે. આ મામલે વિપક્ષી પાર્ટીઓના નિશાના પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, આવનારા સમયમાં મુંબઈ ગુજરાતનો હિસ્સો બને તો નવાઈ નહીં લાગે.

દિલ્હીના આકાઓને ખુશ કરવાનો પ્લાન
ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ મામલે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ભાજપના નેતા પર પ્રહાર કરતાં કહ્યું છે કે, આવનારા સમયમાં મુંબઈ ગુજરાતનો હિસ્સો બને તો નવાઈ નહીં. મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓને દિલ્હીમાં પોતાના આકાઓને ખુશ કરવામાં વધુ રસ છે. જેથી ગુજરાતના નેતાઓના આશીર્વાદ રહે.

મુંબઈ ગુજરાતમાં ભળે તો નવાઈ નહીં
વધુમાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ ઈચ્છે છે કે તેમના ગુજરાતના નેતાઓના આશીર્વાદ ચાલુ રહે. કાલે મુંબઈ ગુજરાતમાં ભળે તો મને નવાઈ નહીં લાગે. આવી સ્થિતિ મહારાષ્ટ્રમાં ઉભી થઈ છે. ભાજપ મોંઘવારી અને બેરોજગારીને લઈને મુખ્ય સહયોગી છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં રાશનની દુકાનોમાં સ્ટોક નથી. અન્ય જિલ્લાઓમાં રાશનની દુકાનોનો સ્ટોક સમાપ્ત થવાનો છે, પરંતુ કેન્દ્ર સરકારે મદદ કરવાનો ઇનકાર કર્યો છે. શું ગરીબોએ ખોરાક વિના જીવવું જોઈએ?

ADVERTISEMENT

શું છે મામલો
વેદાંતા ગ્રુપે ગુજરાતમાં સેમી કંડક્ટર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી તે અગાઉ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવાનો હતો. કંપનીના અધિકારીઓ એકનાથ શિંદે-ફડણવીસ સરકારને મળ્યા હતા. તાલેગલ ફેઝ-4માં લગભગ 1000 એકર જમીન આપવા સંમત થયા હતા પરંતુ પ્રોજેક્ટ અચાનક ગુજરતને મળતા રાજકારણ ગરમાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT