મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો, 14 દિવસ લંબાવવામાં આવી ન્યાયિક કસ્ટડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી:  લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ AAP નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. કોર્ટમાં મનીષ સિસોદિયાની હાજરી દરમિયાન કાર્યકર્તાઓએ AAP હેડક્વાર્ટરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

ગયા મહિને જામીન અરજી ફગાવી દીધી 
ગયા મહિને દિલ્હીની વિશેષ CBI કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે આપે કહ્યું હતું કે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરશે. મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ દિલ્હીની નવી દારૂ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

શું છે દિલ્હીની નવી દારૂની નીતિ?
કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના વેચાણ, લાઇસન્સ જારી કરવા અને કોન્ટ્રાક્ટ બારના સંચાલન માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ પોલિસી દ્વારા દિલ્હી સરકાર દારૂ ખરીદવાનો અનુભવ બદલવા માંગતી હતી અને નવી પોલિસીમાં દિલ્હીને 32 ઝોનમાં વિભાજીત કરીને લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ નીતિના કારણે દિલ્હી સરકાર પર મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થવાનો આરોપ હતો, જ્યારે નાના વેપારીઓને નુકસાન થયું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ભૂટાની PMના ચીન પર નિવેદનથી ભારતમાં હડકંપ, હવે ભૂટાન કિંગે ઉઠાવ્યા આ પગલા

ADVERTISEMENT

નવી દારૂની નીતિમાં, હોટલો, બાર, ક્લબ અને રેસ્ટોરન્ટને સવારના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. તેમને ટેરેસ, ગેલેરી, આઉટડોર સ્પેસ સહિત કોઈપણ જગ્યાએ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે જૂની પોલીસીમાં ખુલ્લામાં દારૂ વેચવા પર પ્રતિબંધ હતો. આટલું જ નહીં, બાર કાઉન્ટર પર ખોલવામાં આવેલી બોટલોની શેલ્ફ લાઇફ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT