મહિસાગરઃ લઘુત્તમ વેતન પણ આપી શકતું નથી તંત્ર, સફાઈ કામદારો મોંઘવારીથી ત્રસ્ત
વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લા એસપી કચેરી સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઈનું કામ કરતા સફાઈકામદારોને લઘુતમ વેતન મુજબ પગાર નથી મળી રહ્યો. જેને લઈને…
ADVERTISEMENT
વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લા એસપી કચેરી સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઈનું કામ કરતા સફાઈકામદારોને લઘુતમ વેતન મુજબ પગાર નથી મળી રહ્યો. જેને લઈને આજે કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર અપાવા માટે મહિસાગર જિલ્લા કલેકટરને સંબોધીને મહિસાગર જિલ્લા નાયબ પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.
નડિયાદના તંત્રના પાપે અંતિમયાત્રા કાઢવી પડી ગટરના ગંદા પાણીમાંથી- Video
પોતાના જ પરિપત્રની સરકાર દ્વારા અવગણના
સફાઈ કામદારોનું કહેવું છે કે, ગુજરાત સરકાર દ્વારા એક એપ્રિલ 2023ના રોજ નવા લઘુતમ વેનન મુજબ પરિપત્ર જાહેર કર્યું છે. પરતું મહિસાગર જિલ્લાની તમામ પોલીશ સ્ટેશન અને એસ.પી કચેરીયોમાં કામ કરતા સફાઈ કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર આપવામાં આવતો નથી અને કરાર આધારિત રોજગાર આપતી એજન્સી દ્વારા કામદારોને ભરપુર શોષણ કરવામાં આવે છે. જેઓ લઘુતમ વેતન ભંગ કરવામાં આવે અને પી.એફ પણ આપવામાં આવતો નથી. મહિસાગર જિલ્લાના સફાઇકામદારો નિષ્ઠા પૂર્વક સેવા બજાવી રહ્યા છે અને કાળ જેવી મોઘવારીમાં પોતાના પરીવારને માડ માડ ગુજરાન ચલાવવા ખુબ મુશ્કેલી પડે છે. ઓછા પગારમાં સફાઈ કામદારો પોતાના બાળકોને સારુ શિક્ષણ પણ આપી શકતા નથી. જેને લઈ સફાઇ કામદારો ઓછા પગારના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તેમનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે સરકારના પરિપત્ર મુજબ આ કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર અપાવવા આજે વાલ્મિકી સંગઠન માલપુર દ્વારા મહિસાગર જિલ્લા નાયબ પોલીસ આધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT