લલિત વસોયાના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ, BJPમાં જોડાવવા વિશે શું બોલ્યા MLA વસોયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધોરાજી: ગુજરાતમાં આગામી ત્રણથી ચાર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, એવામાં પક્ષપલ્ટોની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ લાંબા સમયથી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આગામી રવિવારે ધોરાજીમાં યોજેલા રક્તદાન કેમ્પમાં લલિત વસોયાએ કોંગ્રેસની જગ્યાએ ભાજપના નેતાઓને આમંત્રણ આપતા ફરીથી તેમની ભાજપમાં જોડાવવાની અટકળોએ શરૂ થઈ છે.

લલિત વસોયાના ભાજપમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આગામી રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ છે, ઉપરાંત સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાન સ્વ.રણછોડભાઇ કોયાણીની પ્રથમ પુણ્યતિથિએ તેમના નામે એક રોડનું નામાંકન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ઉદઘાટક અધ્યક્ષ અને મહેમાનોમાં ભાજપના નેતાઓને તેડાવવામાં આવ્યા છે અને એક પણ કોંગ્રેસી નેતાને નિમંત્રણ કાર્ડમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

લલિત વસોયાએ કરી આવી સ્પષ્ટતા
માર્ગ નામકરણ અને તકતી અનાવરણ પોરબંદરના ભાજપના સાંસદ રમેશભાઇ ધડુક અને સર્વરોગ નિદાન કેમ્પનું ઉદઘાટન જયેશ રાદડીયાના કરવાના હોવાનું નિમંત્રણ પત્રિકામાં લખેલું છે. આ વિશે જાણકારી આપતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, હું સ્પષ્ટપણ કહું કે અત્યારે ભાજપમાં જોડાવાનો મારો કોઈ ઈરાદો નથી. જે કાર્ડનો પ્રશ્ન છે એ કાર્ડ અને કંકોત્રી અલગ અલગ છાપવામાં આવ્યું છે, જેમાં આખું કાર્ડ ધોરાજીના સામાજિક આગેવાન રણછોડા કોયાણીની પ્રથમ વાર્ષિક નિમિત્તે એક માર્ગનું નામાંકન કરવાનું છે અને નિદાન કેમ્પ છે જેમાં હું ધારાસભ્ય બન્યો ત્યારથી દર વર્ષે અને દર મહિને મારા પગારમાંથી આ પ્રકારે કાર્યક્રમ કરું છું. જે સંસ્થા દ્વારા આ કાર્યક્રમ યોજાય છે, તેના અધ્યક્ષ અને પ્રોટોકોલ મુજબ આ લોકોના નામ લખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે અગાઉ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ લલિત વસોયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી ક્રોસ વોટિંગ કર્યું હોવાની વાત ઉઠી હતી. આ બાદ તેમના ભાજપના નેતાઓ સાથેની તસવીરો વાઈરલ થઈ હતી, ત્યારે પણ તેમની ભાજપમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT