પાલિકા અધિકારીઓ કોઈનું ગાંઠતા જ નથી, કુમાર કાનાણીએ થંભી ગયેલા વિકાસનો મુદ્દો ઉઠાવ્યો..
સુરતઃ કુમાર કાનાણીએ વિધાનસભા ચૂંટણી પહેલાં જ પોતાના મતવિસ્તારમાં કામ ન થતું હોવાના મુદ્દાને ઉઠાવ્યો છે. ધારાસભ્ય તરીકે કાર્યરત કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર…
ADVERTISEMENT
સુરતઃ કુમાર કાનાણીએ વિધાનસભા ચૂંટણી પહેલાં જ પોતાના મતવિસ્તારમાં કામ ન થતું હોવાના મુદ્દાને ઉઠાવ્યો છે. ધારાસભ્ય તરીકે કાર્યરત કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે સુરતના પાલિકા અધિકારીઓ નિષ્ક્રિય છે તથા એ લોકો કામ પણ કરતા નથી. આ દરમિયાન તેમણે કહ્યું કે સ્થાનિકો પોતાના પ્રશ્નો લઈને સતત અમારી પાસે આવતા રહે છે. જોકે આની સાથે તેમણે કોર્પોરેટરની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
સો.મીડિયા પોસ્ટમાં લખ્યું 25 વર્ષથી જવાબો સાંભળી કંટાળ્યા- કાનાણી
કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં સુરતના પાલિકા અધિકારીઓની નબળી કામગીરીથી નારાજ થઈને પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે છેલ્લા 25 વર્ષના સમયગાળાથી અમે માત્ર સરકારી જવાબો સાંભળીને કાંટાળી ગયા છીએ. હવે તો પરિણામ મળવું જ જોઈએને વાયદાઓ ક્યાં સુધી કરશો. ઉલ્લેખનીય છે કે વધુમાં કાનાણીએ જણાવ્યું કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કોર્પોરેટર્સે લાવવું જોઈશે.
ADVERTISEMENT
પૂર્વ પ્રધાનને કોઈ ગાંઠતું નથી, સ્થાનિકોની સ્થિતિ કફોડી
કાનાણીના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ તેમને ગાંઠતા જ નથી. તથા સ્થાનિકો સતત એમની સમસ્યા લઈને અમારી પાસે આવી જાય છે. તો હવે આમના તમામ સવાલોનો જવાબ મેળવવો અમારા માટે મુશ્કેલ છે. અધિકારીને કઈક કામ કરવા કહીએ તો તેઓ ઉંધા જવાબ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ તમામ મુદ્દાઓનો પાર્ટી કે કોઈ સંગઠન સાથે સંબંધ નથી. જ્યારે વધારે દબાણ કરવામાં આવે છે ત્યારે જ કોઈ કામ પાર પડે છે.
ADVERTISEMENT