AAP ના CM Face ઇસુદાન ગઢવી જાણો પત્રકારત્વથી કેવી રીતે આવ્યા રાજનીતિમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ગુજરાતની સત્તાનો તાજ કોણ પહેરશે તે નક્કી થઈ જશે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધીમાં 118 ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે હવે  આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ચહેરાવ પણ જાહેર કર્યો છે. ગુજરાતના સર્વે બાદ ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઇસુદાન ગઢવીની રાજકીય કારકિર્દી ખૂબ રસપ્રદ છે.  આમ આદમી પાર્ટી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે મુખ્યમંત્રી ચહેરા સાથે ચૂંટણી મેદાને ઉતરશે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરો ઇસુદાન ગઢવીની પત્રકારત્વથી રાજકારણમાં આવવા સુધીની સફર ખૂબ રસપ્રદ રહી છે.

પત્રકારત્વ ક્ષેત્રે મેળવી નામના
ગુજરાતના પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ નામના મેળવનાર ઇસુદાન ગઢવીનો જન્મ જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 10 જાન્યુઆરી 1982ના રોજ થયો હતો. ખેડૂતપુત્ર ઈસુદાન ગઢવીની ખેડૂત પ્રત્યેની સંવેદના તેના પત્રકારત્વમાં પણ દેખાઈ હતી. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેમને દુરદર્શનનાં યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે ETV ગુજરાતીમાં જોડાયા હતા. ઇટીવીમાં તેમણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ડાંગ તથા કપરાડા તાલુકાનાં બિનકાયદેસર વૃક્ષ છેદનનાં 150 કરોડનાં કૌભાંદના મુદ્દાને ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કર્યા હતા.  જેના કારણે ઇસુદાન ગઢવીની પત્રકારત્વ ક્ષેત્રે નામના શરૂ થઈ.

પત્રકારત્વથી રાજકારણ તરફનું ડગલું
2016 માં ગુજરાતની નામના ધરાવતી ટીવી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા. અને મહામંથન ટીવી શો થી ગુજરાતમાં જાણીતા થયા. ટી. વી . શોથી નામના મેળવનાર પત્રકાર ઇસુદાન ગઢવી જનતાના તમામ પ્રશ્ને આક્રમક બનતા હતા. ક્યારેક તો લાગતું કે ગઢવી વિપક્ષની ભૂમિકામાં છે. ખેડૂતોના પ્રશ્નો હોય કે બેરોજગારીના મુદ્દા હોય સરકારને પ્રશ્ન કરવા ગઢવીનો સ્વભાવ બની ચૂક્યો હતો. પત્રકારત્વ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું હતું ત્યારે  અચાનક તેમણે ટીવી ચેનલ માંથી રાજીનામું ધરી દીધું.

ADVERTISEMENT

સમાચાર આપનાર ખુદ બન્યા સમાચાર
ગુજરાતના પત્રકારત્વ ક્ષેત્રે સારી નામના ધરાવનાર ઇસુદાન ગઢવીએ રાજીનામું આપ્યું એના બીજા જ દિવસે અરવિંદ કેજરીવાલ એક દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હતા. 14  જૂન 2021ના રોજ ઇસુદાન ગઢવી ગુજરાતી મિડીયામાં સમાચાર બની ગયા. જેનું કારણ  છે કે પત્રકારત્વથી તેમણે ગુજરાતના રાજકારણ તરફ પ્રયાણ કર્યું. ઇસુદાન ગઢવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા. 15 થી 16 વર્ષની પત્રકારત્વ ક્ષેત્રની કારકિર્દી મૂકી અને રાજકારણ તરફ મંડાણ કર્યું.

ઇસુદાન ગઢવીની નામના છેવાડાના ગામડા સુધી 
ગુજરાત રાજ્યનો મોટાભાગનો વર્ગ ખેતી સાથે સંકયાળેલ છે. ગઢવી જ્યારે પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત હતા ત્યારે તેમની ડિબેટમાં લોકોના રશોને વધુ પ્રાધાન્ય આપતા હતા અને લોકો સાથે જોડાયેલા રહેતા હતા. સરકાર સામે આવતા તે જરા પણ આચકતા ન હતા. સ્પષ્ટ છબી અને ખેડૂત અંગેની લાગણીના કારણે ગુજરાતનાં છેવડાના ગામડા સુધી પોતાની આગવી ઓળખ બની ચૂકી છે.

ADVERTISEMENT

ગઢવી પર લાગ્યો હતો આ ગંભીર આરોપ 
ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં હતી . ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા  ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હતો અને તેણે દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા. આ મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું કે તમે મારા પર ED અને IT ન પહોંચાડી શક્યા એટલે ખોટા કેસ કર્યા. હું મા મોગલના સોગંધ ખાઈને કહું છું કે મેં દારૂ નહોતો પીધો. ભાજપને હું કહું છું કે તમારાથી થાય તેટલી કોશિસ કરી લેજો. પાટીલ લખીને રાખજો ગુજરાતની જનતા સહાનુભૂતિથી અમને મત આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT