Kejriwal પોતાના જન્મદિવસની ઉજવણી કરશે કચ્છમાં, આપી શકે છે વધુ એક ગેરેન્ટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીની રણનીતિ ઘડાઈ રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ એક નવો જ ચીલો ચીતર્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીના 4 મહિના પહેલા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પોતાના 10 ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ત્યારે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ 16મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. 16મીએ કેજરીવાલનો જન્મદિવસ છે અને તેઓ પ્રથમ વખત ગુજરાતના કચ્છની મુલાકાતે આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કેજરીવાલ ટાઉનહોલ કાર્યક્રમ કરશે અને ગુજરાતના લોકોને વધુ એક ગેરેન્ટી પણ આપશે.

કેજરીવાલ વિધાનસભાની ચૂંટણી પહેલા અવારનવાર ગુજરાતની મુલાકાતે આવે છે. ચૂંટણી પહેલા AAPએ ગુજરાતમાં ત્રીજો મોરચો ખોલ્યો છે. કેજરીવાલે ચૂંટણી પહેલા ગુજરાતના લોકો માટે ચાર ગેરેન્ટી જાહેર કરી દીધી છે. મફત વીજળી, બેરોજગારોને નોકરી, આદિવાસીઓને લાભ અને 18 વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને 1000 એ ચાર ગેરેન્ટી કેજરીવાલે ગુજરાતમાં જાહેર કરી છે.

લગભગ દર અઠવાડિયે કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવે છે. ગુજરાતના લોકો માટે નવી ગેરેન્ટી જાહેર કરે છે. 16મી ઓગસ્ટે કેજરીવાલનો જન્મદિવસ છે ત્યારે તેઓ ગુજરાતના કચ્છમાં હશે જ્યાં તેમની પાસે ટાઉનહોલ હશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી અને ચુંટણી લક્ષી વધુ એક ગેરેન્ટી આપી શકે છે.

ADVERTISEMENT

ઉમેદવારોની યાદી

  • દિયોદરથી આમ આદમ પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી AAPના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ છે
  • ગીર સોમનાથ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ઉમેદવાર જાહેર કર્યા છે
  • આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાંથી અર્જુન રાઠવાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે
  • ખેડૂત એકતા મંચના પ્રમુખ અને સામાજિક આગેવાન સાગર રબારી ગત વર્ષે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ નેતા વશરામ સાગઠિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
  • ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ટિકિટ આપી છે
  • બારડોલીની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ રાજેન્દ્ર સોલંકીને ટિકિટ આપી છે
  • અમદાવાદની નરોડા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે
  • સુરતના કામરેજમાંથી આમ આદમી પાર્ટીએ રામ ધડૂકને ટિકિટ આપીને ફરીથી રિપીટ કર્યા છે
  • શિવલાલ બારસિયાને આમ આદમી પાર્ટીએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે.

    follow whatsapp

    ADVERTISEMENT