PM મોદીનું 370 સીટ લોકસભા સીટ જીતવાનું સપનું કેવી રીતે પૂરું થશે? જે.પી નડ્ડાએ જણાવ્યો પ્લાન
Lok Sabha 2024: ભાજપે લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે જ 370 લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 370 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.
ભાજપે આ માટે 2019ની ચૂંટણીમાં હાર મળી હતી તેવી 161 બેઠકો પર ફોકસ કર્યું.
રાષ્ટ્રીય કાર્ય-કારિણીની બેઠકમાં BJP પ્રેસિડેન્ટ જે.પી નડ્ડાએ પોતાના ભાષણમાં 370 સીટ જીતવાનો પ્લાન જણાવ્યો.
Lok Sabha 2024: ભાજપે લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે જ 370 લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ આંક સુધી પહોંચવા માટે પાર્ટીએ 2019ની ચૂંટણીમાં હાર મળી હતી તેવી 161 બેઠકો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. પાર્ટીનું કહેવું છે કે, આ બેઠકોમાંથી 67 બેઠકો પર જીત મેળવીને તે PM મોદીના 370 બેઠકો જીતવાના સપનાને પૂર્ણ કરી શકે છે.
370ના આંક માટે ભાજપનો ખાસ પ્લાન
આ પહેલા શનિવારે મળેલી પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં BJP પ્રેસિડેન્ટ જે.પી નડ્ડાએ પોતાના ભાષણમાં કહ્યું હકું કે, આપણે 370નો આંક પાર કરવો પડશે અને NDAએ 400 સીટ મેળવવી પડશે. ભાજપે ગત ચૂંટણીમાં હારેલી સીટો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ માટે બૂથ લેવલથી વિકસિત ભારત, 'GYAN' ગરીબ, યુવા, અન્નદાતા અને નારી માટે 100 દિવસનો પ્લાન બનાવ્યો છે.
2019 બાદ 26માંથી 16 ચૂંટણીમાં ભાજપની જીત
પાછલા એક દાયકાથી PM મોદીના નેતૃત્વ બાદથી પાર્ટીના થયેલા વિકાસના પણ જે.પી નડ્ડાએ વખાણ કર્યા હતા. તેમણે પાર્ટીના 11,500 કાર્યકર્તાઓને સંબોધતા મોદી સરકાર હેટ્રીક બનાવશે અને ફરીથી સત્તામાં આવશે એમ જણાવ્યું હતું. 2019ની ચૂંટણી બાદ 26 ચૂંટણીમાંથી 16માં જીત થઈ હોવાનું કહેતા તેમણે ઉમેર્યું હતું કે, આ બધું લોકોનો મોદી અને તેમની ગેરંટી પર વિશ્વાસ હોવાના કારણે થયું છે. તેઓ PM મોદીના કામને વખાણએ છે. મોદીએ કરેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં પણ જીતનો દાવો
આ સાથે નડ્ડાએ કહ્યું હતું કે, ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ આગામી ચૂંટણી જીતશે અને તેલંગાણા, આંધ્ર પ્રદેશ તથા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે.
ADVERTISEMENT