દુષ્કર્મની ઘટના અંગેના અશોક ગેહલોતના નિવેદનને લઈ જીતુ વાઘાણી લાલઘૂમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિથ ઇનપુટ : ભાર્ગવી જોષી, જુનાગઢ:   ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુષ્કર્મની ઘટનાને લઈને દિલ્હીમાં શુક્રવારે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, નિર્ભયા કાંડ બાદ જ્યારથી એ કરવામા આવ્યું છે કે, રેપિસ્ટને ફાંસીની સજા મળે. આ  બાદ દુષ્કર્મની ઘટના બાદ હત્યાઓ વધી ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, રેપ કરનારા વિચારે છે કે, કાલે આ મારા વિરુદ્ધ સાક્ષી બની જશે અને તેનાથી બચવા માટે તે તેની હત્યા કરી નાખે છે.આ નિવેદનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

મહિલાઓ આપશે જવાબ
જૂનાગઢમાં શૈક્ષણિક સંસ્થાઓના અભિવાદન કાર્યક્રમમાં પહોંચેલા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અશોક ગેહલોતના વિવાદાસ્પદ કાયદા અંગેના નિવેદનને લઈ આજે પ્રતિક્રિયા આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહિલાઓ પર બળાત્કાર માટે ફાંસીની સજાના કાયદાના વિરોધમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પર ગુજરાત ભાજપના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં મહિલાઓ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે તો તે તેમની નિમ્ન માનસિકતા છે, ગુનેગારોને સજા થવી જોઈએ. વડાપ્રધાને માત્ર વિકૃતિને ડામવા માટે આવું કામ કર્યું હતું. કડક કાયદા બન્યા છે, કોંગ્રેસ સમાજને ક્યાં લઈ જશે. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સોનિયાજી, હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શું તેણે મહિલાઓની સુરક્ષા માટે કાયદો બનાવવો જોઈએ? આવનારા સમયમાં દેશની મહિલાઓ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

ADVERTISEMENT

આમ ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની સામાન્ય  ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિએ પણ વેગ પકડ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે  દિલ્હીમાં આપેલ નિવેદનનો જવાબ ગુજરાતના જૂનાગઢમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા આપવામાં આવ્યો છે . ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવા જઇ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે અને ચૂંટણીલક્ષી માહોલ તૈયાર થઈ રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT