કોંગ્રેસમાં વિખવાદ આવ્યો સામે, વિપક્ષી નેતા બોલ્યા અમારા કરતાં અમિત ચાવડાની દિલ્હીમાં પહોંચ વધુ
અમદવાદ: ગુઆજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તા વનવાસ પર છે…
ADVERTISEMENT
અમદવાદ: ગુઆજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તા વનવાસ પર છે ત્યારે હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસએ કરો યા મરો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઈ છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જ કોંગ્રેસની શું સ્થિતિ છે તે જાહેર કરી છે. કોંગ્રેસના પક્ષપાતની વાત જાહેર કરી દીધી છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની સમસ્યા વધી રહી છે. નેતાઓ વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓની નારાજગી અને આંતરિક જુથવાદ વધી રહ્યો છે. કોંગ્રેસના નેતા પક્ષ છોડે ત્યારે જાહેરમાં પક્ષની સ્થિતનું વર્ણન કરે છે પરંતુ વિપક્ષના નેતાઓ હોદ્દા પર રહી અને રમુજ અંદાજમાં પક્ષપાત વિષે બોલી ગયા કે બાજુમાં બેઠેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા.
વડોદરાના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદનો સમય 11 વાગ્યાનો હતો ત્યારે છેક 11: 30 કલાકે લેટ લતીફની જેમ સૌ પ્રથમ અમિત ચાવડા પહોંચ્યા અને બાદમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાપહોંચ્યા હતાં. નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પોતાના બે હાથ જોડી પત્રકારોને વિનંતી કરી કે લોકો સુધી કોંગ્રેસને પહોંચાડવા માટે મીડિયા એક માત્ર સેતુ છે મીડિયાના મિત્રો કોંગ્રેસને સહકાર આપે તેવી આજીજી પણ કરી હતી. અને ત્યાર બાદ જાણે શું થયું કે સુખરામ રાઠવા હસતા હસતા બોલી ગયા કે અમિતભાઈની પહોંચ દિલ્હી સુધી છે. અમારી પહોંચ છે પણ ટૂંકી પડે છે.
ADVERTISEMENT
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અનેક વખત સામે આવી ચૂક્યો છે. ત્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ પોતાનો બળાપો હાસ્ય સાથે પત્રકારો સામે ઠાલવ્યો છે. વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા કટાક્ષ કરતા બોલ્યા હતા કે હવે પછીનું સંબોધન અમિત ભાઈ ચાવડા કરશે કારણ કે અમિત ભાઈ ચાવડાની છેક દિલ્હી સુધી પહોંચ છે, અમિત ભાઈ ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. વધુમાં સુખરામ રાઠવાએ કહ્યું હતું કે અમારી પણ દિલ્હી સુધી પહોંચ છે પણ ટૂંકી પડે છે. સુખરામ રાઠવાના આ નિવેદનથી ત્યાં હાજર કોંગી આગેવાનો સ્તબ્ધ થઈ ગયા હતા.
ADVERTISEMENT