ગુજરાત સરકારે 25 લાખ રાષ્ટ્ર ધ્વજ ફાળવવાનો કર્યો આદેશઃ જાણો કયા જિલ્લાને કેટલા ધ્વજની કરાશે ફાળવણી
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયની મહાનગરપાલિકા પ્રાદેશિક કમિશનર ઓફીસ અને નગરપાલિકા ને 25 લાખ થી પણ વધુ રાષ્ટ્રીય ધ્વજ ફાળવવાનું આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર ધ્વજના વિતરણની કામગીરી બાદ તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. ઠેરઠેર ઘણીવાર રાષ્ટ્ર ધ્વજના અપમાનની ઘટનાઓ પણ સામે આવે ત્યારે રાષ્ટ્ર પ્રેમીઓના મન દુભાતા હોય છે. અગાઉ નેતાઓ દ્વારા પોતાના ખર્ચે પણ રાષ્ટ્ર ધ્વજ પ્રિન્ટીંગથી લઈને વિતરણની કામગીરી કરવામાં આવી હતી. જોકે જે તે સમયે હજારો-લાખો રૂપિયા ખર્ચ કરીને કરવામાં આવેલા આ કાર્યક્રમ પછી તેની જાળવણીને લઈને ધ્વજના સમ્માનને લઈને સવાલો ઉઠ્યા હતા. આ વખતે પણ ચર્ચા થઈ રહી છે કે શું ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ માટે જનતાના નાણાં ખર્ચ કરવામાં આવશે?
ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડનો NSUIએ કર્યો પર્દાફાશ, FSL પણ દોડતુ
કયા જિલ્લામાં કેટલા ધ્વજની ફાળવણી?
હર ઘર તિરંગાનો કાર્યક્રમ ગુજરાત ભરમાં છે ત્યારે એના માટે મહાનગરપાલિકાના નગરપાલિકામાં હજારોની સંખ્યામાં તિરંગા ફાળવવામાં આવ્યા છે. સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ સમાપનના ભાગરૂપે મેરી માટી મેરા દેશ અંતર્ગત હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મહાનગરપાલિકા માટે મોટી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજ ફાળવવામાં આવે છે. જેમાં અમદાવાદ માટે મહાનગરપાલિકા માટે 4 લાખ. સુરત માટે 4 લાખ, વડોદરા માટે 2 લાખ, રાજકોટ માટે 2 લાખ, ભાવનગર માટે 75000, જૂનાગઢ માટે 75000, જામનગર માટે 75000, ગાંધીનગર માટે 75000 એટલે કુલ 15 લાખ જેટલા રાષ્ટ્ર ધ્વજ ફાળવવામાં આવ્યા છે. જ્યારે પ્રાદેશિક કમિશનર કચેરીઓ છે જેમાં અમદાવાદમાં 1,50,000, સુરતમાં 1,40,000, વડોદરા ખાતે 1,57,500, રાજકોટ ખાતે 2,25,500, ભાવનગર ખાતે 1,67,500 અને ગાંધીનગર ખાતે 102,500 એમ કુલ મળીને 10 લાખ 40 હજાર જેટલા રાષ્ટ્રધ્વજ ફાળવવામાં આવ્યા છે. અ વર્ગની નગરપાલિકામાં 15000, બ વર્ગની નગરપાલિકામાં 10 હજાર અને ક વર્ગની નગરપાલિકામાં 5 હજાર અને ડ વર્ગની નગરપાલિકાને 2500 જેટલા રાષ્ટ્રધ્વજ ફાળવણી કરવાની રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT