લોકસભા ચૂંટણીના પડઘમ : ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં, આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યોની મળશે મહત્વપૂર્ણ બેઠક
Lok Sabha Election 2024 : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલા તમામ રાજનૈતિક પક્ષો એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. આ પહેલા લિટમસ ટેસ્ટમાં…
ADVERTISEMENT
Lok Sabha Election 2024 : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલા તમામ રાજનૈતિક પક્ષો એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. આ પહેલા લિટમસ ટેસ્ટમાં દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે જીત નોંધાવી વિપક્ષને લોકસભા માટે પણ પડકાર ફેંક્યો છે. હવે ભાજપ લોકસાભની રણનીતિ અત્યારથી ધડવાનું શરૂ કરી દીધું છે.ગુજરાત ભાજપે મિશન 2024 ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હજાર રહેશે.
આવતી કાલે કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક
આ વખતે ફરી વખત ભાજપ ગુજરાત લોકસભામાં કલીનચિટ આપવા માટે તૈયારી કરી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અવનવાર દાવો કરી રહ્યા છે કે આ વખતે ભાજપ લોકસભામાં બધી સીટો ઉપરાંત 4 લાખ મતોના માર્જિનથિ જીત મેળવશે અને આ માટે અત્યારથી ભાજપની કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વિગતો મુજબ આવતીકાલે એટલે કે 12-12-2023ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળશે. આ બેઠક માટે ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદોને હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
આવતી કાલની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત સંદર્ભે રણનીતિ ઘડવામાં આવી શકે છે.ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ ભાજપ હવે ગુજરાત લોકસભાને લઈને પણ એક્ટિવ જોવા મળી રહ્યું છે.લોકસભાની ચૂંટણીના ભાગરૂપે યોજાનાર આ બેઠકમાં પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT