Exclusive: ગેંગ રેપના 11 દોષિતોને કેમ છોડી મૂક્યા? ભાજપના MLA સી.કે રાઉલજીનો મોટો ખુલાસો
ગોપી ઘાંઘર/અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર/અમદાવાદ: ગોધરા કાંડ દરમિયાન બહુ ચર્ચિત બનેલા બિલકિસ બાનો (Bilkis Bano Case) કેસમાં ગેંગ રેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં જેલમાં બંધ 11 કેદીઓને 15મી ઓગસ્ટે મુક્ત કરી દીધા. જે બાદ આ સમગ્ર મુદ્દો ખૂબ જ ઉઠી રહ્યો છે, ઘણા લોકોમાં આ નિર્ણય વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકારે દોષિતોને છોડી મૂકવા માટે એક કમિટી બનાવી હતી. જેમાં ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી પણ સભ્ય હતા. ત્યારે ધારાસભ્ય સી.કે રાઉલજીએ આ નિર્ણય કેવી રીતે લેવાયો તે વિશે જણાવ્યું હતું.
કમિટીએ રિપોર્ટમાં શું લખ્યું કે દોષિતો છૂટી ગયા?
રાઉલજીએ કહ્યું, સરકારની ગાઈડલાઈન મુજબ 14 વર્ષથી વધુ જેલમાં સજા ભોગવી હોય તો તેને છોડી મૂકવાના નિયમના કારણે આ નિર્ણય લેવાયો છે. તમામ 18 વર્ષ સુધી જેલમાં રહ્યા, તેમનું વર્તન સરકારના નિયમ મુજબ હતું આથી અમારી કમિટીએ નક્કી કર્યું અને નિર્ણય લીધો. એ લોકોને સજા થઈ ગઈ છે અને સરકારનો નિયમ હતો તે મુજબ કમિટી બનાવી. તેમાં કલેક્ટર, ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ પણ હતા. દોષિતોના ભૂતકાળમાં કોઈ એવી વાત નહોતી આ 18 વર્ષનો જેલનો સમય હતો તેમાં વર્તન સારું હતું. સરકારના નિયમના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.
ADVERTISEMENT
ગુજરાત સરકારની કમિટીમાં કોણ-કોણ હતું?
- સુજય માયાત્રા- કલેક્ટર પંચમહાલ – કમિટી અધ્યક્ષ
- પંચમહાલ- ડિસ્ટ્રીક્ટ એસ.પી
ભાજપના ધારાસભ્ય
ADVERTISEMENT
- સુમન ચૌહાણ – કલોલના ભાજપના ધારાસભ્ય
- સી.કે રાઉલજી – ગોધરા ભાજપના ધારાસભ્ય
સામાજિક કાર્યકર્તા તરીકે કમિટીમાં લેવાયા
ADVERTISEMENT
- મુરલી મુલચંદાની – ગોધરા ભાજપના નેતા
- સ્નેહા ભાટિયા – ગોધરા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ
કમિટીમાં અન્ય કોઈ હતું?
- જેલના આઈજી
- જેલ સુપ્રિટેન્ડેન્ટ
- સરકારી વકીલ – રાજેશ ઠાકોર
- ગૃહ વિભાગના બે અધિકારીઓ
રાજ્ય સરકારે આ કમિટી પર નિર્ણય લેવાની સત્તા સોંપી હતી
બિલ્કીસ બાનો કેસમાં જેલમાં સજા કાપી રહેલા 11 કેદીઓને છોડવા કે નહીં તે નિર્ણય લેવા માટે ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી. આ કમિટીમાં ગોધરાના કલેક્ટર સુજય મલ્હોત્રા અધ્યક્ષ હતા. જ્યારે ભાજપના પંચમહાલના બે ધારાસભ્યો હતા, ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી હતા, જ્યારે અન્યમાં કલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ તથા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને બાકી અન્ય મળીને કુલ 11 સદસ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેમણે 18 વર્ષથી જેલમાં બંધ આ કેદીઓને છોડવા અંગે નિર્ણય લીધો હતો.
18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો.
તાજેતરમાં આ 11 કેદીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડ્યો હતો. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્ય સરકારે તમામ 11 કેદીઓને મુક્ત કરવા માટે હુકમ કરતા તેમને ગોધરાની સબજેલમાંથી છોડવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રણધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT