ફ્રિ રેવડી અંગે હર્ષ સંઘવીએ AAP પર સાધ્યું નિશાન…ગુજરાતીઓને સમજો પહેલાં પછી જુઓ
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ AAPની 300 યૂનિટ ફ્રી વિજળી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે…
ADVERTISEMENT
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ AAPની 300 યૂનિટ ફ્રી વિજળી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા ઘણી હોશિયાર છે આમ ખોટા વાયદા કરવાથી લોકોને ભોળવી શકાશે નહીં.
કદાચ AAP ગુજરાતીઓને સમજી જ નથી શકી- હર્ષ સંઘવી
ગુજરાતના લોકોને સૌથી પહેલા સમજવાની જરૂર છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે ઘણા લોકો પહેલા ગુજરાતની પ્રજાને ગાળો આપે પછી અત્યારે આવી રીતે રેવડી મુદ્દો લાવે એવું કેવી રીતે શક્ય લાગે. ગુજરાતમાં ખોટા વાયદા આપી આગળ વધવાની આ નીતિ ઘણી ખોટી છે. ગુજરાતના લોકો હોશિયાર છે તેમને બધી જ ખબર પડે છે. મને વિશ્વાસ છે કે 2022ની ચૂંટણીનું પરિણામ ગુજરાતની જનતાના સ્વાભિમાનની જીત થશે.
આંદોલનમાં બસના કાચ તોડવા હોય તો પરમીશન નથી આપવામાં આવતી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતના વિપક્ષના નેતા શુક્રમ ભાઈ રાઠવાને આ બાબતે તમે પૂછજો . ગાંધીનગરમાં આદિવસીનું આંદોલન હતું ત્યારે પાણી અને ચાસણી વ્યવસ્થા અમે કરેલી. આંદોલન કરવો દરેકનો હક્ક છે. પરંતુ આંદોલનમાં બસના કાચ તોડવા હોય તો પરમીશન નથી આપવામાં આવતી. ગુજરાતની શાંતિનો ભંગ થાય ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષને કોઈને આંદોલન માટે પરમીશન નહીં મળે.
ADVERTISEMENT
ADVERTISEMENT