સી.આર.પાટિલે કરી મહત્વની જાહેરાત, 2022માં ભૂપેન્દ્ર પટેલ બનશે મુખ્યમંત્રીનો ચહેરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે આજે પાટિલે ગુજરાત તકના માધ્યમથી આવનાર મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. પાટિલે કહ્યું કે 2022ની ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર પટેલ જ અમારા મુખ્યમંત્રીનો ચહેરો છે, તેઓ રિપીટ થશે. 2022ની ચૂંટણી બાદ પણ હું દિલ્હીમાં સાંસદ તરીકે મારી જાતને જોઉં છું.

ભાજપમાં પરિવાર વાદ નથી 
સી.આર.પાટીલે જણાવ્યું કે કોંગ્રેસની અંદર ભાઈ અને બહેનનો આખો પરિવાર જ જોવા મળે છે, જ્યારે ભાજપની પાર્ટી એવું કરતી નથી. અમે દરેકને સમાનતાનાં ધોરણે તક આપીએ છીએ. ભાજપમાં ક્યારેય પરિવારવાદની એન્ટ્રી અમે નહીં થવા દઈએ. ભાજપમાં જ લોકશાહી છે, બીજી પાર્ટીમાં તો પરિવારવાદ છે. કોંગ્રેસ ભાઈ-બહેનની પાર્ટી થઈ ગઈ છે.

 તો..  હું રાજીનામું આપવા તૈયાર
મેં કોઈ પાર્ટી કે નેતાને ટાર્ગેટ નથી કર્યા, ભાજપ પાસે ઘણા સારા મુદ્દા છે. પ્રધાનમંત્રી કહે છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પરંતુ તેને મજબૂત કરવાનું કામ ભાજપનું નથી.ગાંધીનગરમાં બોર્ડ બનાવવાની અને મેયર બનાવવાની ડંફાસ કરનારાઓને એક જ 1 બેઠક મળી. વળી કાર્ય અંગે જણાવું તો મેં આજ સુધી કોઈ અધિકારીને કોઈ કામ માટે ફોન નથી કર્યા. વહીવટમાં દખલગીરી કરી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું.

ADVERTISEMENT

ટિકિટ આપવાનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ લે છે
પંજાબમાં કોંગ્રેસ નબળી પડવાના કારણે AAPને ફાવતું મળ્યું છે. દિલ્હીમાં પણ આવું જ થયું છે, અન્ય રાજ્યોમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ત્યાં કેમ તેમની રેવડી ન ચાલી. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના થોડા કોર્પોરેટર ચૂંટાયા તે પાસના લોકો હતા. વિધાનસભામાં કોને ટિકિટ આપવી તેનો નિર્ણય દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ લે છે. 2017માં 26 સીટો પર અમે 10 હજારથી ઓછા માર્જિનથી જીત્યા છે. આ સીટોને મજબૂત કરવા અમે પૂરતા પ્રયત્નો કર્યા છે. ગુજરાતમાં ભાજપના 1 કરોડ 14 લાખ પ્રાથમિક સભ્યો છે. પેજ કમિટીના 67 લાખ સદસ્યો બની ગયા છે. અમારો ટાર્ગેટ 75 લાખ સદસ્યો બનાવવાનો છે. વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ બંનેની સરકારે સારા કામ કર્યા છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT