Congressને ઉમેદવાર પસંદગીના પ્રથમ તબક્કામાં જ 600થી વધુ બાયોડેટા મળ્યા, સિટિંગ MLAની બેઠક પર ઓછા દાવેદાર
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવ રહી છે તેમ તેમ સતત રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ લોબિંગ શરૂ કરી દીધું છે. એક…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવ રહી છે તેમ તેમ સતત રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ લોબિંગ શરૂ કરી દીધું છે. એક બાદ નેતાઓ અમદાવાદ અને ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગી માટે દોડધામ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 182 બેઠક પર 600થી વધુ દાવેદારોએ બાયોડેટા આપ્યો છે.
સિટિંગ MLAની બેઠક પર ઓછા દાવેદાર
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા 90 દિવસ જેટલા સમયે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે આ ઉમેદવારોને જનતા પાસે જવા માટે વધુ સમય મળશે ત્યારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર વહેલા જાહેર કરી દેશે . કોંગ્રેસે ઉમેદવાર પસંદગી માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર 600થી વધુ દાવેદારો સામે આવ્યા છે. વરસાદના કારણે બાયોડેટા આપવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. હજુ આ આંક વધવાની સંભાવના છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે તે બેઠક પર દાવેદારોની સંખ્યા ઓછી રહી છે તે પક્ષ માટે સારી બાબત ગણી શકાય છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં જાહેર થશે પ્રથમ લિસ્ટ
600 બાયોડેટા એટલેકે રાજકીય રીઝયુમની વાત કરવામાં આવે તો, એસસી અનામત બેઠક પર સૌથી વધુ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોએ દાવેદારી કરી છે. સ્થાનિક સ્તરે વિવિધ જિલ્લા સમિતિઓને બાયોડેટા આપવામાં આવ્યો છે જે હવે પ્રદેશ કાર્યાલય પા પહોંચશે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે દાવેદાર પોતાની વાત રજૂ કરી શકે છે. 15 તારીખ આસપાસ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના હતી ત્યારે હવે આ ઉમેદવારના લિસ્ટ માટે સપ્ટેમ્બરના અંત સુધી રાહ જોવી પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT