ચૂંટણી જીતવા કોંગ્રેસે આપ્યા વધુ ત્રણ વચનો, જાણો શું છે રણનીતિ
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે. નવી નવી રણનીતિઓ ઘડાવા લાગી છે. જનતાને આકર્ષવા અલગ અલગ ગેરેન્ટી અને વચનો આપવાની શરૂઆત થઈ ચૂકી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે. નવી નવી રણનીતિઓ ઘડાવા લાગી છે. જનતાને આકર્ષવા અલગ અલગ ગેરેન્ટી અને વચનો આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવે કોંગ્રેસે 8 વચનો આપી ચૂક્યા છે ત્યારે હવે વધુ 3 વચનો આપ્યા છે. ગુજરાતમાં રાજસ્થાનની જેમ ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરી અને 8 રૂપિયામાં ભોજન આપવાનું વચન આપ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અનેક વચનો, ગેરેન્ટી તથા વાયદા લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે. ગુજરાતના પ્રવાસે રાહુલગાંધી આવ્યા હતા ત્યારે તેમણે 8 વચનો લોકોને આપ્યા હતા. ત્યારે હવે વધુ 3 વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરવામાં આવશે. ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે તેમ વચન આપવામાં આવ્યું છે.
દાવેદારોનો તૈયાર કરાશે રિપોર્ટ
ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને મંગળવારથી ત્રણ દિવસ સુધી ઝોન ઈન્ચાર્જ અને લોકસભા પ્રભારી જિલ્લા મથકોએ જઈને સાંભળશે. રાજ્યની દરેક વિધાનસભા બેઠકની સ્થિતિ અને જ્ઞાતિગત સમીકરણોના આધારે આગેવાનો એક રિપોર્ટ તૈયાર કરશે. જેનો અહેવાલ પીઈસી અને સ્ક્રીનીંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસની બેઠકોમાં ચૂંટણી લડવા માગતા દાવેદારોને સાંભળીને ઉમેદવારોની પસંદગી અંગેની એક મહત્વની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ક્રીનીંગ કમિટીની બેઠક હાલ રદ્દ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસના ત્રણ વચનો
- ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરશે.
- શહેરી વિસ્તારના ગરીબોને કોંગ્રેસની સરકાર 100 દિવસ રોજગારી આપશે.
- ગુજરાતની 162 પાલિકા અને 8 મહાપાલિકામાં ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના આપશે.
ADVERTISEMENT