માંડવી બેઠક પર ભાજપનો દબદબો, જાણો આ સીટનું રાજકીય સમીકરણ
અમદાવાદ: ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે…
ADVERTISEMENT
અમદાવાદ: ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે કચ્છ એક મહત્ત્વની ગુજરાતનો વિસ્તાર છે કારણ કે, આ પ્રતીક છે ધ્વંસમાંથી નવનિર્માણ સુધીનો 2001ના ભૂકંપ બાદ કચ્છને વિકાસની યાત્રા જે કરી છે. એનાથી ગુજરાતની છબી વિશ્વ સમક્ષ ઊભી થઈ છે. સશક્ત ઈરાદા સાથે કચ્છ અને એ રાજકીય પાર્ટી પક્ષ સાથે બેઠો થાય છે. જે કચ્છમાં વિકાસ કરી શકે. પ્રવાસની અસાધારણ સંભાવનાઓને લઈને આ રણવિસ્તાર સરકારની ઈમેજ સુધારવાનું કામ કરી રહી છે. વિકાસથી ઉપર રહીને કચ્છમાં જીત અને હારનો નિર્ણય ખૂબ ઝીણવટથી મતદાતાઓ નક્કી કરે છે. મતદારો અહીં એવા વ્યક્તિને જીત અપાવે છે જે મોટો ચહેરો હોય સાથે જ જાતિ અને ધર્મ સાથે જોડાયેલો હોય. માંડવી બેઠક ભાજપનો ગઢ બની ચૂકી છે.
કચ્છ જિલ્લામાં 6 બેઠકો
કચ્છ વિધાનસભા બેઠકોનું ઇતિહાસ અને વર્તમાન સરહદી જિલ્લા કચ્છની વાત કરીએ તો, જિલ્લામાં વિધાનસભામાં 6 બેઠકો છે. કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. હાલના ધારાસભ્યો ધારાસભ્ય ભુજ મતવિસ્તારમાંથી ભાજપનાં ડૉ. નિમાબેન આચાર્ય, ધારાસભ્ય અબડાસા મતવિસ્તારમાંથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા મતવિસ્તાર ધારાસભ્ય માંથી ભાજપ નાં વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય વાસણ આહીર, ગાંધીધામ મતવિસ્તારમાંથી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (ભાજપ) , રાપર મતવિસ્તારમાંથી કૉંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા.
જાતિગત સમીકરણ
કચ્છની માંડવી વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે.અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વિસ્તાર
ગ્રામીણ મતદારો ધરાવતી માંડવી વિધાનસભા બેઠકમાં માંડવી અને મુંદ્રા તાલુકાના ગામનો સમાવેશ થાય છે. વર્ષ 2012ના નવા સીમાંકન બાદ માંડવીના ભૌગોલિક વિસ્તારમાં પણ વધારો થયો છે.
મતદાર
માંડવી વિધાનસભા વિસ્તારમાં કુલ 257359 મતદાર છે. જેમાંથી 131978 પુરુષ મતદાર છે. જ્યારે 125380 સ્ત્રી મતદાર છે. આ સાથે 1 અન્ય જાતીય મતદાર છે. માંડવી વિધાનસભાનું મતદાન પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
ADVERTISEMENT
વ્યવસાય
માંડવી વિધાનસભા વિસ્તારમાં મુખ્યત્વે કોટિયા પ્રકારના વહાણો બાંધવામાં આવે છે. સિમેન્ટના પાઇપ તથા હાથવણાટના કાપડનો લઘુઉદ્યોગ પણ વિકસ્યો છે. ખનીજોમાં રેતી, ચિરોડી, બૉક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગમાટી, ચિનાઈ માટી અને રંગીન માટી પણ મળે છે.તાલુકાના બધાં ગામડાંનું વીજળીકરણ થયું છે. ઘઉં, જુવાર, બાજરી અને મગ અહીંના મુખ્ય ખાદ્ય પાક છે. કળથી, શેરડી, કપાસ, મગફળી, તલ, એરંડા અને ઘાસ રોકડિયા પાક તરીકે લેવાય છે. આ તાલુકામાં 117 કિમી.ની નહેરો અને 12 જેટલા પાતાળકૂવા છે. કૂવાઓથી પણ સિંચાઈ કરવામાં આવે છે. વરસાદની અનિયમિતતાને કારણે હેક્ટરદીઠ પાકના ઉત્પાદનમાં વધઘટ રહ્યા કરે છે. તાલુકાના મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
ADVERTISEMENT
ભાજપના ઉમેદવાર સુરેશચંદ્ર મહેતાનું પ્રભુત્વ
માંડવી બેઠક પર ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ભાજપ ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા 4 ટર્મ (1985- 1990- 1995- 1998) સુધી આ બેઠક પર જીતતા આવ્યા હતા. તેમણે 20 વર્ષ સુધી આ બેઠક પર પ્રભુત્વ જમાવ્યું હતું.
2017ની ચૂંટણી
વર્ષ 2017માં માંડવી વિધાનસભા બેઠક માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં માંડવી મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,24,902 મતદારો પૈકી કુલ 1,60,132 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 72 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,60,060 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ઉપરાંત 1685 મત NOTA ને મળ્યા હતા અને 1016 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા.માંડવી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને 79,469 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા. 2017માં માંડવીની વિધાનસભા બેઠક માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ 9046 મત મેળવી વિજેતા બન્યા હતા.
2022માં આ ઉમેદવારો મેદાને
2022ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવાર મેદાને છે.
- ભાજપ: અનિરુદ્ધ દવે
- કોંગ્રેસ: રાજેન્દ્રસિંહ જાડેજા
- AIMIM: માંજલીયા મહમદઇકબાલ
- AAP: કૈલાશ ગઢવી
- પ્રજાવિજય પક્ષ: રબારી વાછિયા
- બસપા: ઘેડા કિશોર
- અપક્ષ: સુંગાર શિવાજી
- અપક્ષ: સમેજા અબ્દુલકરીમ
ઇતિહાસ
દરિયાકિનારો અને દાબેલી જ્યાંની પ્રખ્યાત છે તેવી માંડવી વિધાનસભા બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં આ બેઠક પર 13 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી સાત વાર ભાજપ જીત્યું છે, ચાર વાર કોંગ્રેસ જીત્યું છે. તો એકવાર સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા અને એક વખત બીજેએસના ઉમેદવાર જીત્યા હતા.
- 2017- ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા વિજેતા થયા
- 2012- ભાજપના ઉમેદવાર તારાચંદ છેડા વિજેતા થયા
- 2007- ભાજપના ઉમેદવાર ધનજીભાઈ સેંઘાણી વિજેતા થયા
- 2002- કોંગ્રેસના ઉમેદવાર છબિલભાઈ પટેલ વિજેતા થયા
- 1998-ભાજપના ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા વિજેતા થયા
- 1995- ભાજપના ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા વિજેતા થયા
- 1990- ભાજપના ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા વિજેતા થયા
- 1985- ભાજપના ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા વિજેતા થયા
- 1980- કોંગ્રેસના ઉમેદવાર જયકુમાર સંઘવી વિજેતા થયા
- 1975- BJSના ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા વિજેતા થયા
- 1972- કોંગ્રેસના ઉમેદવાર દોરાબજી નોશિર વિજેતા થયા
- 1967- કોંગ્રેસના ઉમેદવાર જે. એલ. મહેતા વિજેતા થયા
- 1962- SWA ના ઉમેદવાર કુમાર હિંમતસિંહજી મહારાજ વિજેતા થયા
ADVERTISEMENT