ભાજપમાં ભળેલા સુવાળા AAPનો કરશે પ્રચાર? ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
દિયોદરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ વધુ ઘેરાયો છે. નોંધનીય છે કે આ…
ADVERTISEMENT
દિયોદરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ વધુ ઘેરાયો છે. નોંધનીય છે કે આ દરમિયાન હવે ભાજપના વિજયભાઈ સુવાળા અને ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ દ્વારા આયોજિત ભવ્ય રમેલના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જોડાતા હોવાથી રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલા મહિના પહેલા વિજયભાઈએ AAPનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં હવે AAPને ભાજપની B ટીમ ગણાતી હોવાની ચર્ચા વચ્ચે વિજય સુવાળાનું આ રમેલમાં જોડાવું ઘણું ચર્ચાસ્પદ રહી શકે છે.
AAPના કાર્યક્રમમાં વિજય સુવાળા મુખ્ય મહેમાન!
આમ આદમી પાર્ટીથી દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈએ રમેલનું આયોજન કર્યું હતું. આમાં તેમણે કલાકાર તરીકે તેજસ રબારી, ભુવાજી રેવાભાઈને બોલાવ્યા છે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે વિજય સુવાળા અને ઈસુદાન ગઢવીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રમેલ કાર્યક્રમ 28 (રાતે 8 વાગ્યે) અને 29 ( સાંજે 7 વાગ્યે) તારીખે આયોજિત થશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ અને ભાજપના વિજયભાઈ સુવાળા ગાઢ મિત્રો છે. તેવામાં હવે આ કાર્યક્રમને રાજકીય રંગ લાગશે તો જોવાજેવી થશે.
ADVERTISEMENT
વિજયભાઈએ 7 મહિનામાં આપ સાથે છેડો ફાડ્યો
નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં વિજયભાઈ સુવાળાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. તેમને ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જોકે આ દરમિયાન લગભગ 7 મહિનાની અંદર વિજયભાઈએ ભાજપનો સાથ લીધો હતો. આ દરમિયાન સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ ધારણ કરાવી પાર્ટી સાથે જોડ્યા હતા.
ઈસુદાન તેમને મનાવવા ગયા…
આમ આદમી પાર્ટી છોડીને જ્યારે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાની વિચારણા કરી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ઘરે મનાવવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. જોકે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT