રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસને ફટકો, આ દિગ્ગજ નેતાએ છોડ્યો ‘હાથ’નો સાથ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. એક તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ચૂક્યું છે. ગઈ કાલે યુથ કોંગ્રેસના સેનાપતિ એટલે કે અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલાએ અચાનક રાજીનામું ધરી દીધું હતું ત્યારે આજે  કોંગ્રેસના વધુ એક નેતા વિનયસિંહ તોમરે રાજીનામુ ધરી દીધું છે. જૂથબંધીના કારણે વિનયસિંહ તોમરે રાજીનામુ આપી દીધું છે.

પ્રાથમિક સદસ્ય પદેથી પણ આપ્યું રાજીનામુ
રાજીનામામાં વિનયસિંહ તોમરે જણાવ્યું કે સમાજ જીવનમાં અને કોંગ્રેસ પાર્ટીનું વર્ષો સુધી  કામ કર્યા બાદ આજ રોજ કોંગ્રેસ પક્ષના પ્રદેશ મહામંત્રી પદેથી તેમજ પ્રાથમિક સદસ્ય તરીકે પણ મારુ રાજીનામુ આપું છુ.

વિનયસિંહ તોમર વિધ્યાર્થી જીવન દરમિયાન NSUIમાં જોડાય હતા અને ત્યારબાદ તેને પ્રદેશ મહામંત્રીની જવબદારી સોંપવામાં આવી હતી. આજે રાહુલ ગાંધી અમદાવાદમાં છે ત્યારે તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામુ ધરી દીધું છે.

ADVERTISEMENT

ગઈકાલે જ યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે પહેલા જ ગઈકાલે વિશ્વનાથસિંહ વાઘેલાએ પોતાનું રાજીનામુ જગદીશ ઠાકોર અને સોનિયા ગાંધીને સોંપ્યું હતું. આ દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હું અત્યારે પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું. આની સાથે પરિવારવાદનો મુદ્દો ઉઠાવીને તેમણે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT