AIMIMએ જાહેર કરી બેઠકો, કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ
સૌરભ વક્તાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા પણ હવે ચૂંટણીના મેદાને નવા પક્ષ સાથે આવી ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપ…
ADVERTISEMENT
સૌરભ વક્તાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા પણ હવે ચૂંટણીના મેદાને નવા પક્ષ સાથે આવી ચૂક્યા છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી ત્યાર બાદ શંકરસિંહ વધેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણીમાં જોવા મળશે. ત્યારે હવે AIMIM પણ ચૂંટણીના મેદાને ઉતરશે. AIMIMએ આજે સત્તાવાર 5 બેઠક પર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે. AIMIM પાર્ટીએ તે મતવિસ્તારોની પ્રથમ યાદી જાહેર કરી કે જ્યાંથી તેઓ ચૂંટણી લડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ત્યારે AIMIMએ અમદાવાદના 5 મતવિસ્તારોની યાદી જાહેર કરી છે. હવે ગુજરાતના ચૂંટણી મેદાનમાં વધુ એક પક્ષ તૈયારી સાથે લડવા મેદાને ઉતારી ચૂક્યો છે. ત્યારે મતનું વિભાજન થશે અને આ વિભાજન કોંગ્રેસને નુકશાન કરશે.
આ બેઠક પર ચૂંટણી લડશે
ADVERTISEMENT
- દરિયાપુર
- દાણીલીમડા
- જમાલપુર
- બાપુનગર
- વેજલપુર
કોંગ્રેસ પર ટાર્ગેટ ?
AIMIM પર કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે તે ભાજપની જ B ટીમ છે. ત્યારે આજે જાહેર કરેલે બેઠકોમાં માત્ર વેજલપુર બેઠક ભાજપ પાસે છે જ્યારે અન્ય તમામ બેઠકો હાલમાં કોંગ્રેસ પાસે છે. સૂત્રોએ જણાવ્યું કે એઆઈએમઆઈએમ એવી બેઠકો પર ચૂંટણી લડી રહી છે જેનાથી કોંગ્રેસના મતો ઘટે છે. એઆઈએમઆઈએમએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તે તમામ 5 બેઠકો પર મુસ્લિમ પ્રભુત્વ ધરાવે છે. આગામી સમયમાં પાર્ટી વધુ બેઠકો જાહેર કરશે.
કોંગ્રેસની પરંપરાગત બેઠક પર કરશે અસર
આજે AIMIM દ્વારા 5 વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડવાનું જાહેર કર્યા બાદ જો આ બેઠક પર નજર કરવામાં આવે તો એક બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર 2017માં વિજેતા થયા છે. જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસના મતદારનું વિભાજન થશે. કોંગ્રેસની પરંપરાગત બેઠક પર નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT