વડાપ્રધાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પણ આજે ગુજરાતમાં ધામા, ફરીવાર મોદી-શાહ વતનમાં
અમદાવાદ: ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ચૂંટણીની તડમાંર તૈયારીઓ શરૂ થઈ રહી છે. દેશના દિગ્ગજનેતાઓના ગુજરાતના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ચૂંટણીની તડમાંર તૈયારીઓ શરૂ થઈ રહી છે. દેશના દિગ્ગજનેતાઓના ગુજરાતના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે છે ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના વતનના પ્રવાસે આજે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ફરીવાર વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. અમિત શાહ આજે ગાંધીનગરના વડસરમાં NFSUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીને ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. વડાપ્રધાન બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક તરફ રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી તરફ અમિત શાહના ગુજરાતના પ્રવાસ સતત વધી રહ્યા છે. અમિત શાહ આજે ગાંધીનગર અને વડસરના કાર્યક્રમમાં હાજરી આપશે. આજે રાજ્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. પ્રથમ દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય ગૃહમણત્રી શાહ દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ NFSUનો પ્રથમ પદવીદાન સમારોહ
રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ દેશના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રવાસ ખેડી રહ્યા છે. આવ સમયે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી બંને પોતાના વતન ગુજરાતમાં જોવા મળશે. અમિત શાહ આજે NFSUના પદવીદાન સમારોહમાં હાજર રહેશે. ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને જગ્યા ફાળવવામા આવી છે જે જગ્યાનું ભૂમિપૂજન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે.
ADVERTISEMENT
65 વિદ્યાર્થીઓને આપવામાં આવશે ગોલ્ડ મેડલ
NFSUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં 2019 થી 2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી, 10 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી અને એક વિદ્યાર્થીને ડી.એસસી. એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પદવીદાન સમારોહ બાદ બપોરે કલોલના પાનસર ગામે જવા રવાના થશે.જ્યાં પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
ADVERTISEMENT