Manish Doshiના સરકાર પર પ્રહાર, ધોરણ-૧૦માં પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં 1.5 લાખનો ઘટાડો
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીની પૂર જોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકાર પર પ્રહાર કરવાનું કોઈ પણ પક્ષ મોકો નથી ગુમાવતું. સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો સતત…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીની પૂર જોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકાર પર પ્રહાર કરવાનું કોઈ પણ પક્ષ મોકો નથી ગુમાવતું. સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે પણ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બેટી બચાવો બેટી પઢાવો મામલે સરકારને ઘેરતાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 67 ટકા નાણાં ભાજપ સરકાર ન વાપરી શકી. આ ઉપરાંત ધોરણ 10માં પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં 1.5 લાખનો ઘટડો થયો છે.
કન્યા શિક્ષણ આપવામાં ઉણી ઉતરી ભાજપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો માટે છેલ્લા પાંચ વર્ષમાં 1990.37 લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 699.31 લાખ નાણાંનો ઉપયોગ થયો છે જ્યારે પાંચ વર્ષમાં 1251.06 લાખ જેટલા જંગી નાણાં વણવપરાયેલા છે. જે બાબત સ્વયંમ સ્પષ્ટ કરે છે કે, ગુજરાતમાં ભાજપ સરકાર કન્યા શિક્ષણ આપવામાં ઉણી ઉતરી રહી છે.
6000 શાળાઓને લાગ્યા તાળા
મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં 10માં ધોરણના એનરોલમેન્ટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2014-15માં ધોરણ 10માં દાખલ થનાર કન્યાઓની સંખ્યા 49,39,983 હતી જે વર્ષ 2020-21માં 47,89,372 થઈ એટલે કે વર્ષ 2014-15 ના આધારે 1.5 લાખ જેટલી કન્યાઓ ધોરણ-10માં દાખલ થવાનો ઘટાડો સ્પષ્ટ જોવા મળે છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવના નામે કરોડો રૂપિયાના ઉત્સવો પાછળ બેફામ નાણાં ઉડાવતી ભાજપ સરકાર 6000 શાળાઓને તાળા મારવાનું પાપ કરી રહી છે. જેની સૌથી વધુ અસર કન્યા શિક્ષણ પર સીધી પડશે.
ADVERTISEMENT
જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ
કન્યાઓનું એસ.એસ.સી.માં દાખલ થવાના ઘટાડા પાછળ રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ઉદાસીનતા સરકારી – ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટાડો, શાળા બંધ કરવાની નીતિ, ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસોના રૂટનો અભાવ અને પરિવારોની આર્થિક નબળી સ્થિતી બીજીબાજુ સરકાર તરફથી કન્યા કેળવણી માટેનો પ્રોત્સાહનનો અભાવ, દિકરીઓના શિક્ષણ પર ગંભિર અસર કરી રહ્યું છે. વિકાસના બણગા ફુકતી અને બેટી બચાવો બેટી પઢાવોના સુત્રો પોકારતી જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર ગુજરાતની દિકરીઓને શિક્ષણથી વંચિત કેમ રાખી રહી છે ? તેનો જવાબ આપે.
ADVERTISEMENT
આટલું ફંડ વપરાયુ
ADVERTISEMENT
ADVERTISEMENT