નર્મદા જિલ્લામાં ચૂંટણી લડવા કોંગ્રેસમાં ધમાસાણ, બે બેઠકો માટે 18 દાવેદારો

ADVERTISEMENT

Congress
Congress
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીએ પોતાના 29 ઉમેદવરાઓ જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરશે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે કુલ 18 ઉમેદવારોના બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ પાસે પહોંચ્યા છે. જેમાં નાંદોદ બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બહુપાંખિયો જંગ જોવા મળશે. ત્યારે ભાજપ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતરશે અને કોંગ્રેસ વર્ચસ્વની લડાઈ લડવા મેદાને ઉતરશે આને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાન બનાવવા મેદાને ઉતરશે. ત્યારે કોંગ્રેસે હવે ચૂંટણીને લઈ તૈયારી હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ નર્મદા જિલ્લામાં સત્તાના સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે કુલ 18 ઉમેદવારોના બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ પાસે પહોંચ્યા છે. જેમાં નાંદોદ બેઠક માટે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવા, હાલના ધારાસભ્ય પી.ડી.વસાવાના પુત્ર જતીનભાઈ વસાવા, ભૂછાડ ગામમાં નિલેશભાઈ વસાવા, રણજીત તડવી એમની પત્ની અંગિરાબેન તડવી, રાજુભાઈ ભીલ, મહેન્દ્રભાઈ ભીલ (કપુર), રમણભાઈ ભીમાભાઈ તડવી, મનીષ તડવી (ડેકાઈ) લડવા ઈચ્છે છે. જ્યારે ડેડીયાપાડા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, સુરેશભાઈ વસાવા, જેરમાબેન વસાવા, પ્રભુભાઈ વસાવા, હરિસિંહ વસાવા (વકીલ), રાકેશભાઈ વસાવા (ડેડીયાપાડા), સાગબારાના પરેશભાઈ વસાવા, આનંદભાઈ વસાવાના બાયોડેટા પ્રદેશ કક્ષાએ પહોંચી ગયા હોવાનું જાણવાં મળેલ છે.

આમ નર્મદા જિલ્લાની બંને બેઠકમાં રસાકસીનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે કુલ 18 ઉમેદવારોના બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ પાસે પહોંચ્યા છે. જોવાનું રહ્યું કે કોંગ્રેસ આ બંને બેઠક પર કોના પર પસંદગીનો કળશ ઢોળે છે. જ્યારે નર્મદા જિલ્લામાં કોંગ્રેસ માટે કપરા ચડાણ પણ શરૂ થઈ ચૂક્યા છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકરો બી.ટી.પી સાથે ગઠબંધનની બિલકુલ વિરૂદ્ધમાં છે. નર્મદા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અને હોદ્દેદારોનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મળવા પ્રદેશ ઓફિસ પર પહોંચ્યું હતું. કાર્યકરોએ જગદીશ ઠાકોરને એવી રજૂઆત કરી હતી કે જો બી.ટી.પી સાથે ગઠબંધન થશે તો કોંગ્રેસને મોટું નુકશાન થશે, અમે બી.ટી.પી સાથે ગઠબંધનના વિરૂદ્ધમાં છે.એમણે બી.ટી.પી સાથે ગઠબંધન થવાથી કોંગ્રેસને શું નુકશાન છે એ તમામ બાબતોએ જગદીશ ઠાકોરને વાકેફ કર્યા હતા.

ADVERTISEMENT

કોંગ્રેસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગદીશ ઠાકોરે બી.ટી.પી સાથે ગઠબંધન ન કરવા અને કેન્દ્રીય કક્ષાએ આ બાબતે અવગત કરવાની બાહેધરી આપી છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે છેલ્લો નિર્ણય દિલ્હીથી લેવાશે. જો કે, જગદીશ ઠાકોરે નર્મદા જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરો સાથે ફરી વખત આ બાબતે બેઠક કરવા નિમંત્રણ પણ આપ્યું છે. તો હવે જોવું રહ્યું કે પ્રદેશ કોંગ્રેસ શું નિર્ણય લે છે.

    follow whatsapp

    ADVERTISEMENT