'હું છું ને, તું ચિંતા કેમ કરે છે?', પ્રેગ્નેન્ટ નીના ગુપ્તાને સતીશ કૌશિકે લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ, આવું છે કારણ - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

‘હું છું ને, તું ચિંતા કેમ કરે છે?’, પ્રેગ્નેન્ટ નીના ગુપ્તાને સતીશ કૌશિકે લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ, આવું છે કારણ

stk

મુંબઈ: બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. 66 વર્ષની વયે તેમણે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. અભિનેતાના નિધનના સમાચારથી તેના તમામ ચાહકોના દિલ તૂટી ગયા છે. ફિલ્મી દુનિયામાં સન્નાટો છે. સતીશ કૌશિકની વિદાય સીને જગત માટે મોટી ખોટ છે.

સતીશ કૌશિક ચાહકોના દિલમાં વસે છે
સતીશ કૌશિકે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. તેના ઘણા પાત્રો આજે પણ લોકોના દિલમાં વસે છે. અભિનયની સાથે તેમણે દિગ્દર્શનમાં પણ ઘણું નામ કમાવ્યું હતું. સતીશ કૌશિકે ફિલ્મોમાં કોમેડિયન અને સહાયક કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. તેમની કોમિક ટાઈમિંગ શાનદાર હતી. તે દરેક પાત્રમાં પ્રાણ પૂરતા હતા.

games808

આ પણ વાંચો: પરિવાર સાથે હોળી રમ્યા, પછી બેચેની થવા લાગી, અચાનક કેવી રીતે બગડી સતીષ કૌશિકની તબિયત?

satish kaushik

શા માટે નીના ગુપ્તા સાથે લગ્ન કરવા માંગતા હતા?
ફિલ્મો ઉપરાંત સતીશ કૌશિક તેમની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં હતા. સતીશ કૌશિકના લગ્ન વર્ષ 1985માં શશિ સાથે થયા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા તેમના દિલમાં વસે છે. સતીશ કૌશિકે નીના ગુપ્તાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તે પણ ત્યારે જ્યારે તે ગર્ભવતી હતી. નીના ગુપ્તાએ તેના પુસ્તક ‘સચ કહું તો’માં આ વાતનો ખુલાસો કર્યો હતો. નીના ગુપ્તાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે, સતીશ કૌશિક તેની સાથે લગ્ન કરીને મસાબા ગુપ્તાના પિતા બનવા માંગતો હતો.

સતીશ કૌશિકે નીના ગુપ્તાને કંઈક એવું કહ્યું હતું જેણે તેનું દિલ જીતી લીધું હતું. સતીશ કૌશિકે કહ્યું હતું- ‘ચિંતા ન કરો, જો બાળક શ્યામ રંગનું જન્મે, તો કહેજે કે તે મારું છે અને અમે લગ્ન કરીશું. કોઈને કંઈપણ શંકા નહીં જાય. જ્યારે નીના ગુપ્તાએ આ ખુલાસો કર્યો ત્યારે સતીશ કૌશિકે પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. સતીશ કૌશિકે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં નીતા ગુપ્તાના ખૂબ વખાણ કર્યા હતા. સતીશ કૌશિકે કહ્યું હતું કે તે નીના ગુપ્તા સાથે સાચા મિત્રની જેમ ઊભા રહેવા માંગે છે. સતીશ કૌશિકે પણ લગ્ન કર્યા વગર એકલા હાથે બાળકને ઉછેરવાની રીતની પ્રશંસા કરી હતી.

whatsapp image 2023 03 09 at 10.47

સતીશ સાચા મિત્ર બનીને નીના ગુપ્તાનો સહારો બનવા માંગતા હતા
સતીશ કૌશિકે કહ્યું હતું, હું એક સાચા મિત્ર તરીકે તેમની પડખે ઊભા રહેવા માંગતો હતો. હું તેમને ખાતરી આપવા માંગતો હતો કે હું તેમની સાથે છું. હું તે સમય દરમિયાન તેમને એકલું અનુભવ થાય તેમ નહોતો ઈચ્છતો. દિવસના અંતે ફક્ત મિત્રો જ સાચા માટે માટે ઉભા રહે છે. જ્યારે મેં નીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે મારી લાગણી મિશ્રિત હતી. રમૂજ સાથે આદર હતો. બેસ્ટ ફ્રેન્ડ તરીકે સપોર્ટ કરવા માંગતો હતો, જ્યારે તેને કોઈ વ્યક્તિની સૌથી વધુ જરૂર હતી, ત્યારે મેં તેને કહ્યું કે હું અહીં છું, તમે શા માટે ચિંતા કરો છો?

તે સમયે નીના ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ હતી. નીના ગુપ્તાએ તેના પુસ્તકમાં લખ્યું છે – તે ખૂબ જ મૈત્રીપૂર્ણ જેસ્ચર હતું. મારી આંખમાંથી આંસુ આવી ગયા કે જુઓ, મારા કેવા મિત્રો છે, જેમના દિલમાં આ વિચાર હતો અને તેમણે મને આ રીતે કહ્યું. હું ખૂબ જ પ્રભાવિત થઈ. મેં કહ્યું- તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ મને નથી લાગતું કે તેની જરૂર પડશે.

સતીશ કૌશિકની નીના ગુપ્તા સાથેની મિત્રતા ખાસ હતી
સતીશ કૌશિક અને નીના ગુપ્તા લગ્ન ન કરી શક્યા, પરંતુ બંને વર્ષ 1975થી અત્યાર સુધી એકબીજાના ખૂબ સારા મિત્રો હતા. જ્યારે નીના ગુપ્તા ગર્ભવતી હતી ત્યારે બંનેની મિત્રતા અકબંધ રહી હતી. નીના ગુપ્તાના મુશ્કેલ સમયમાં સતીશ કૌશિક તેના મિત્ર સાથે લગ્ન કરીને તેનો સહારો બનવા માંગતા હતા. ત્યારથી બંનેની મિત્રતા ગાઢ બનતી ગઈ. પરંતુ હવે સતીશ કૌશિક તેની પ્રિય મિત્ર નીના ગુપ્તાને કાયમ માટે છોડી ગયા છે. સતીશ કૌશિકના નિધનથી સમગ્ર સિનેમા જગત આઘાતમાં છે. દરેકનું હૃદય ભારે છે. સતીશ કૌશિક તો ગયા, પણ તેઓ પોતાની પાછળ ઘણી સુંદર યાદો છોડી ગયા છે. તેના તમામ સ્નેહીજનો તેને ભીની આંખે યાદ કરી રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો