ભારતનું કડક વલણ જોઇ કેનેડાના વડાપ્રધાનના સુર બદલાયા! કેનેડિયન ડિપ્લોમેટને 5 દિવસમાં દેશ છોડવા આદેશ - this is the bharat not india after canada loosened its stance trudeau changed his statement - GujaratTAK
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

ભારતનું કડક વલણ જોઇ કેનેડાના વડાપ્રધાનના સુર બદલાયા! કેનેડિયન ડિપ્લોમેટને 5 દિવસમાં દેશ છોડવા આદેશ

નવી દિલ્હી : ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ મંગળવારે કહ્યું કે, કેનેડા પોતાના એઝન્ટોને એક શિખ અલગતાવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા હોવાની વાત કરીને ભારતને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદથી જ ભારતનું આક્રમક વલણ કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન […]
India-Canada Conflict

નવી દિલ્હી : ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ મંગળવારે કહ્યું કે, કેનેડા પોતાના એઝન્ટોને એક શિખ અલગતાવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા હોવાની વાત કરીને ભારતને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે.

કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદથી જ ભારતનું આક્રમક વલણ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન બાદ બંન્ને દેશોના સંબંધોમાં ખટાશ દેખાઇ હતી. તેમના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અખતિયાર કર્યું હતું. સોમવારે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સંસદ પહોંચ્યા તો તેમણે ભારત અંગે એવું કહ્યું જેના કારણે બંન્ને દેશોના સંબંધ અચાનકતંગ થયા હતા. ટુર્ડોએ કેનેડિયન સંસદથી ભારત પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે ખાલિ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો. આ પહેલીવાર હતું જ્યારે કોઇ દેશે ભારત પર આ પ્રકારના ગંભીર આક્ષેપ કર્યા હોય. આરોપ પણ કોઇ નાનો મોટો નહી પરંતુ વિદેશમાં હત્યાની સંડોવણી હોવાનો.

ભારતે કેનેડાના ડિપ્લોમેટને પાંચ દિવસમાં દેશ છોડવા આદેશ કર્યો

ટ્રુડોએ સંસદમાં કહ્યું કે, કેનેડાના નાગરિકોની તેની જ જમીન પર હત્યામાં કોઇ વિદેશી સરકારની સંડોવણી સહેવામાં નહી આવે. આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જે સંપુર્ણ અસ્વિકાર્ય છે. ત્યાર બાદ કેનેડાએ ભારતના એક ટોપ ડિપ્લોમેટની હકાલપટ્ટી કરતા દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપોને ભગાવી દીધા છે. તેના થોડા જ સમય બાદ જ ભારતે પણ કેનેડાના એક સીનિયર ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી દીધી છે અને પાંચ દિવસની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે.

ભારતની કડક કાર્યવાહી બાદ કેનેડા નરમ પડ્યું

ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું કે, કેનેડા પોતાના એજન્ટોને એક શિખ અલગતાવાદી નેતાની હત્યા સાથે જોડાયેલા હોવાની ભલામણ કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યો પરંતુ તેઓ ઇચ્છે છે કે ભારત આ મુદ્દાને યોગ્ય રીતે સંબોધિત કરે. ટ્રુડોએ પત્રકારોને કહ્યું કે, ભારત સરકારને આ મામલે ખુબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે એવું કરી રહ્યા છે, અમે એવું કરી રહ્યા છે, અમને ઉશ્કેરવા અથવા આગળ વધારવા અંગે નથી વિચારી રહ્યા.

ભારત-કેનેડાના સંબંધોમાં કડવાશ વધી

ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપનો જવાબ આપતા કહ્યું કે, કેનેડામાં હિંસાના કોઇ પણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારત તરફથી કહેવાયું છે કે, આ પ્રકારના નિરાધાર આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેને કેનેડામાં આશ્રય અપાયો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે ખતરો બનેલા છે. આ મામલે કેનેડિયન સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને નિરંતર ચિંતાનો વિષય રહી છે.

ભારતે કેનેડાના તમામ દાવાઓ ફગાવી દીધા

MEA એ કહ્યું કે, અમે ભારત સરકારને આવા ઘટનાક્રમો સાથે જોડવા માટેના કોઇ પણ પ્રયાસનો અસ્વિકાર કરીએ છીએ. અમે કેનેડા સરકારને પોતાની ધરતી પર સક્રિય તમામ ભારત વિરોધી તત્વો વિરુદ્ધ ત્વરિત અને પ્રભાવી કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ અને આગ્રહ કરીએ છીએ.

18 જુને થઇ હતી ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા

ટ્રુડોએ કહ્યું કે, ભારતીય મુળના કેનેડિયન નાગરિકોમાં ગુસ્સો છે અને કદાચ તેઓ ડરેલા પણ છે. તો અમને બદલવા માટે મજબુર ન કરશો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની 18 જુને કેનેડાના Surrey માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નિજ્જરને કેનેડાના એક ગુરૂદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…