યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી લગ્નના દોઢ વર્ષમાં જ ડિવોર્સ લેશે? ધનાશ્રીએ ઈન્સ્ટા પરથી ‘ચહલ’ સરનેમ હટાવી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના લગ્ન જીવનમાં ગરબડ ચાલી રહી છે. આ વાત તેની પત્ની ધનાશ્રી વર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાણવા મળી…
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના લગ્ન જીવનમાં ગરબડ ચાલી રહી છે. આ વાત તેની પત્ની ધનાશ્રી વર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાણવા મળી રહી છે. ધનાશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ‘ચહલ’ સરનેમ હટાવી લીધી છે.
ધનાશ્રીએ ચહલ સરનેમ હટાવતા ડિવોર્સની અટકળો
આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલે પણ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં લખ્યું હતું, ‘New Life Loading’. ચહલની આ પોસ્ટ અને ધનાશ્રીની સરનેમ હટાવ્યા બાદ ઘણા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, જે તેમના લગ્ન જીવન સાથે જોડાયેલી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર યુઝર્સ જુદી જુદી વાતો કરી રહ્યા છે. જેમાં બ્રેકઅપને લઈને પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ધનાશ્રીએ ‘ચહલ’ સરનેમ હટાવ્યા બાદ પહેલી પોસ્ટ કરી, જેમાં તેણે પીડામાં હોવાનો સંકેત આપ્યો. ધનાશ્રીએ પોસ્ટમાં લખ્યું, ‘એક રાજકુમારી હંમેશા પોતાની પીડાને શક્તિમાં બદલી નાખશે.’
આ સાથે જ ધનાશ્રીએ ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે શાંત બેઠેલી દેખાઈ રહી છે. ધનાશ્રી ડેન્ટિસ્ટની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. તે યુ-ટ્યૂબ પર પોતાના ડાંસ વીડિયો સતત શેર કરતી રહે છે. ધનાશ્રી એક ડાંસ કોરિયોગ્રાફર છે અને ડાંસ ક્લાસ ચલાવે છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, યુઝવેન્દ્ર ચહલે લોકડાઉન દરમિયાન તેના ક્લાસ જોઈન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ રિલેશનશીપમાં આવી ગયા. માત્ર 3 મહિનાના રિલેશન બાદ જ ચહલે ધનાશ્રી સાથે સગાઈનો નિર્ણય કરી લીધો. બંનેએ ઓગસ્ટ 2020માં સગાઈ કરી અને ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT