વાહ પોલીસ વાહ! મરી ગયેલા વ્યક્તિ વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢ્યું, પરિવાર પરેશાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : યુપીના શાહજહાપુરમાં પોલીસની કાર્યશૈલીનો વધારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે 3 વર્ષ પહેલા જ મરી ચુકેલા વ્યક્તિ વિરુદ્ધ શાંતિ ભંગની કલમો હેઠળ કાર્યવાહી કરી દીધી છે ત્યાર બાદ તેના ઘરે નોટિસ પણ મોકલી હતી, જેને જોઇને પરિવાર પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

પોલીસ દ્વારા મૃત વ્યક્તિને નોટિસ ફટકારવામાં આવી
મામલો પોલીસ નિગોહી ક્ષેત્રના ઢકિયા તિવારીનો છે. અહીં રહેનારા રમેશ સિંહનું કહેવું છે કે, તેના ખેતરનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના માટે પીડિત દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તેની ફરિયાદ તો નહોતી સાંભળી પરંતુ તેના મરેલા પિતા વિરુદ્ધ જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પિતા રાધેશ્યામનું 3 વર્ષ પહેલા જ મોત થઇ ચુક્યું હતું.

પોલીસે કોઇ તપાસ કર્યા વગર નોટિસ ફટકારી દીધી
પીડિતનું કહેવું છે કે, પોલીસે કોઇ મામલે તપાસ કર્યા વગર જ તેના પિતા વિરુદ્ધ કાર્યવાહી કરી દીધી હતી. હવે તે પોતાના પિતાને જામીન અપાવવા માટે ક્યાંથી લાવવા. હવે અહીંની પોલીસને દબંગો અને ગુનેગારોના બદલે મૃત વ્યક્તિઓ તરફથી ખતરો સતાવી રહ્યો છે. મામલો જ્યારે ઉચ્ચ અધિકારીઓના સંજ્ઞાનમાં પહોંચ્યો તો પોલીસ અધિકારીએ કહ્યું કે, મારી ભુલ થઇ ગઇ છે.

ADVERTISEMENT

પોલીસે મરેલા વ્યક્તિ વિરુદ્ધ શાંતિ ભંગની ફરિયાદ દાખલ કરી
ઉલ્લેખનીય છે કે, નિગોહી પોલીસ સ્ટેશને એક એવા વ્યક્તિને શાંતિ ભંગની કલમમાં નોટિસ મોકલીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ થવા માટેનું ફરમાન આપ્યું છે. જે ત્રણ વર્ષ પહેલા જ મરી ચુક્યા છે. હાલ પોલીસની આ કાર્યવાહીથી પરિવાર પરેશાન છે. આ મુદ્દે એસપીનું કહેવું છે કે, આ મુદ્દે તપાસ ચાલી રહી છે, જે દોષીત હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

એસપીએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા
આ સમગ્ર પ્રકરણમાં સંજયકુમાર એસપી સિટીનું કહેવું છે કે, સિયારામનું ચલણ કપાવાનું હતું, જો કે ભુલથી રાધેશ્યામનું ચલણ કરવામાં આવ્યું હતું. રાધેશ્યામનું પહેલા જ મોત થઇ ચુક્યું છે. આ મુદ્દે તપાસ કરી રહેલા દોષીતોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT