મહિલા પહેલવાનોએ કરી બ્રિજભૂષણ સિંહ સામે રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરજી
સંજય શર્મા.નવી દિલ્હીઃ જંતર મંતર પર ધરણા પર બેસેલા પહેલવાનોની દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારીઓ થઈ રહી છે. મહિલા પહેલવાનો સાથેના શારીરિક શોષણ…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ જંતર મંતર પર ધરણા પર બેસેલા પહેલવાનોની દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારીઓ થઈ રહી છે. મહિલા પહેલવાનો સાથેના શારીરિક શોષણ મામલામાં ભાજપ નેતા અને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહને પદ પરથી હટાવવા અને ધરપકડની માગને લઈને સતત દેશના ટોપના પહેલવાનો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જંતરમંતર પર તેમણે બ્રિજ ભૂષણ સિંહ સામે અત્યાર સુધી થયેલી ફરિયાદોનું લિસ્ટ પણ મુકી દીધુ હતું. આ દરમિયાનમાં રાઉઝ એવેન્યુ કોર્ટ જવાની પહેલવાનોની તૈયારીઓ દેખાઈ રહી છે.
સુપ્રીમના નિર્દેશ પછી કરી અરજી
પહેલવાનોએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવાની માગ કરશે કે દિલ્હી પોલીસને 164 સીઆરપીસી અંતર્ગત નિવેદન આપવામાં આવે. પહેલવાનોની અરજીમાં દિલ્હી પોલીસને અત્યાર સુધી તપાસનું સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવશે. મહિલા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી હવે નિચલી કોર્ટમાં અરજી લગાવી છે.
ગાંધીનગરઃ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને ક્યાં ખબર હતી મોત આવી રહ્યું છે- જુઓ CCTV
અત્યારે ધારાસભ્ય અને એમપી પર લાગેલા ગુનાહિત આરોપોની તપાસ માટે રાઉઝ એવેન્યુ સ્થિત ખાસ કોર્ટની દેખરેખમાં નિવેદન નોંધવાને લઈને સીઆરપીસી કલમ 156 (3) અંતર્ગત અરજી કરવામાં આવી છે. સગીર ફરિદયાદી પીડિતા અને અન્યના મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 અંતર્ગત નિવેદન દાખલ કરવાની માગ કરી છે.
ADVERTISEMENT
આજે સુનાવણીની શક્યતા
અરજીમાં કહેવાયું છે કે પોલીસ તપાસના કામને લાંબુ ખેંચી રહી છે. આ આધાર પર પીડિતાનું નિવેદન કોર્ટના સામે દાખલ થઈ રહ્યું નથી. પહેલવાનોએ આ મામલામાં ચાલી રહેલી તપાસ અંગે અધિકારી પાસે સ્ટેટસ રિપોર્ટ માગવા માટે મેજીસ્ટ્રેનો ઓર્ડર માગ્યો છે. અરજીમાં પહેલવાનોના મામલામાં કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટે ઉપયુક્ત અધિકારી સાથે સંપર્ક કરવાની પરવાનગી આપી દીધી છે. કોર્ટ પાસેથી તેઓ તપાસની દેખરેખ રાખાવા માગી રહ્યા છે. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
ADVERTISEMENT