‘હવે શું કામ આવ્યા છો?’ પૂર પ્રભાવિત વિસ્તારમાં નિરીક્ષણ કરવા પહોંચેલા ધારાસભ્યને મહિલાએ લાફો માર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: હરિયાણાના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. કૈથલ, યમુનાનગર, પંચકુલા સહિત અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જનનાયક જનતા પાર્ટી (JJP)ના ધારાસભ્ય ઈશ્વર સિંહ ગુહલા પૂરની સ્થિતિનો તાગ મેળવવા કૈથલ ગયા હતા, ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ગુસ્સે થયેલી મહિલા દ્વારા તેમને થપ્પડ મારવામાં આવી હતી.

તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ધારાસભ્ય ત્યાં હાજર લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમને થપ્પડ મારી દીધી હતી. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય પૂર પીડિતો સાથે વાત કરી રહ્યા છે, ત્યારે તેમની સામે ઉભેલી એક મહિલા કોઈ વાત પર ગુસ્સે થઈ જાય છે અને તેમને થપ્પડ મારી દે છે. જોકે, સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા.

જનનાયક જનતા પાર્ટી (JJP) હરિયાણામાં ભાજપના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધનનો એક ભાગ છે. મળતી માહિતી મુજબ, ઘગ્ગર નદીમાં પૂરના કારણે ગુહલા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય ઈશ્વર સિંહ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા અને ભાટિયા ગામમાં આવી સ્થિતિને લઈને મહિલા નારાજ હતી.

ADVERTISEMENT

ડેમ તૂટવાને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
તો, ધારાસભ્યએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા, પરંતુ બંધા (નાનો ડેમ) તૂટવાને કારણે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. તેનાથી ગુસ્સે થઈને મહિલા અને અન્ય કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. મહિલાએ કહ્યું કે તમે હવે અહીં કેમ આવ્યા છો?

ADVERTISEMENT

ધારાસભ્યએ કહ્યું, “મહિલાએ તેમને કહ્યું કે જો હું ઈચ્છતો તો ‘ડેમ’ ન તૂટ્યો હોત. જો કે, મેં તેમને સમજાવ્યું કે આ કુદરતી આફત છે અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો.” જોકે, તેમણે પોલીસને મહિલા સામે કોઈ કાર્યવાહી કરવા કહ્યું નથી. તેમણે કહ્યું, “હું નથી ઈચ્છતો કે મહિલાએ જે કર્યું તેના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે.”

ADVERTISEMENT

ઘગ્ગર નદીનું સ્તર વધતા અનેક ગામો પ્રભાવિત
પંજાબ અને હરિયાણાના કેટલાક ગામો હાલના વરસાદ બાદ ઘગ્ગર નદીના વહેણથી પ્રભાવિત થયા છે. બંને રાજ્યોમાં રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે કારણ કે અહીં અવિરત વરસાદને કારણે ઘણા ભાગોમાં પૂર આવ્યું છે. હરિયાણામાં સીએમ ખટ્ટરે પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ પ્રવાસ કર્યો હતો.

5 જિલ્લા એલર્ટ મોડ પર
યમુનાનગર, કૈથલ, પંચકુલા પણ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. આ જિલ્લાઓની ખાસ વાત એ છે કે અહીંથી પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જો કે આના કારણે જીંદ, ફતેહાબાદ, ફરીદાબાદ, પલવલ, સિરસા જેવા જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાણીના વધુ પ્રવાહને કારણે આ જિલ્લાઓ માટે ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિમાં, જરૂરિયાત મુજબ, NDRF અને આર્મીની ટીમો પણ ઘણી જગ્યાએ તૈનાત કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT