ઘરમાં ઘુસીને દુષ્કર્મનો પ્રયાસ કરી રહેલા યુવકનું ગુપ્તાંગ મહિલાએ છરીથી કાપી નાખ્યું, પોલીસે કરી ધરપકડ
UP News: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના મંઝાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીવી તકરાર પછી, એક મહિલાએ કથિત રીતે એક યુવકના ગુપ્તાંગને છરી વડે કાપી નાખ્યું, જેના…
ADVERTISEMENT
UP News: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના મંઝાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીવી તકરાર પછી, એક મહિલાએ કથિત રીતે એક યુવકના ગુપ્તાંગને છરી વડે કાપી નાખ્યું, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસે આ અંગે માહિતી આપી હતી. યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.
યુવકના પ્રાઈવેટ પાર્ટ પર મહિલાએ છરી મારી
મંઝાનપુર વિસ્તારના અધિકારી અભિષેક કુમારે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન વિસ્તારના શરીફપુર ગામની રહેવાસી સીમા (32)નો તેના પાડોશી નિઝામુદ્દીન (26) સાથે 14 નવેમ્બરની સાંજે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. તેમણે જણાવ્યું કે ઝઘડા દરમિયાન સીમાએ યુવકના પ્રાઈવેટ પાર્ટ પર છરી મારી દીધી હતી, છરીના હુમલાને કારણે નિઝામુદ્દીનના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેતું જોઈને નિઝામુદ્દીનના પરિવારે પોલીસને જાણ કરી હતી.
મહિલાનો બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ
પોલીસ માહિતી પર પહોંચી અને ઘાયલ નિઝામુદ્દીનને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાંથી તેને પ્રયાગરાજની એસઆરએન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. આ કેસમાં આરોપી મહિલા સીમાએ જણાવ્યું કે, નિઝામુદ્દીન તેની સાથે ખોટું કામ કરવા માંગતો હતો અને તેના ઘરમાં ઘૂસીને તેણે તેને બળજબરીથી પલંગ પર સુવડાવી હતી. મહિલાએ જણાવ્યું કે આ દરમિયાન તેણે તક મળતા યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને તેના પતિને આ અંગે જાણ કરી. પોલીસે તેના ઘરેથી છરી અને બેડશીટ કબજે કરી છે.
ADVERTISEMENT
હુમલા બાદ આરોપી મહિલાની ધરપકડ
વિસ્તારના અધિકારીએ જણાવ્યું કે ઘાયલ યુવકના સંબંધીઓની ફરિયાદના આધારે આરોપી મહિલા સીમા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનામાં વપરાયેલ છરી મળી આવી છે. તેમણે કહ્યું કે મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT