શું ઇમરાન ખાન પાકિસ્તાનના બે ટુકડા કરાવશે? તેઓની હરકતો જોઇ લોકો કરી રહ્યા છે શેખ મુઝીબુરને યાદ

ADVERTISEMENT

Imran khan is new muzibur rehman
Imran khan is new muzibur rehman
social share
google news

નવી દિલ્હી : થોડા દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની સરખામણી શેખ મુજીબુર રહેમાન સાથે કરી હતી. તેણે કહ્યું કે તે પણ પાક આર્મી સામે એ જ રીતે લડી રહ્યો છે જે રીતે બંગબંધુ 1971માં લડી રહ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાન આ દિવસોમાં શેહબાઝ શરીફની સરકાર અને પાકિસ્તાની સેના બંનેના રડાર પર છે. બંને સામે રાજકીય અને કાયદાકીય યુદ્ધ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ઈમરાન ખાને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીર પર નિશાન સાધ્યું છે અને રાજકીય લડાઈમાં સેનાની દખલગીરીનો વિરોધ કર્યો છે. આટલું જ નહીં, ઈમરાન ખાનના સમર્થકોએ સેનાના અનેક સ્થળો પર હૂમલા કર્યા હતા.

બીજી તરફ પાક આર્મી ચીફે પણ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે, સશસ્ત્ર દળો દેશના મુખ્ય મથકો પરના કોઈપણ હુમલાને સહન કરશે નહીં અને તાજેતરની તોડફોડની ઘટનાઓ માટે જવાબદાર લોકોને ન્યાયોચિત્ત સજા પણ થશે. ઇમરાનની ધરપકડ વિરોધમાં ઈમરાનના સમર્થકોએ રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. સેનાના અનેક સ્થળો સળગાવી દીધા હતા. સેનાના અધિકારીઓના ઘરમાં પણ લૂંટ ચલાવાઇ હતી. સેના સામેના આ પ્રકારના વિદ્રોહ અને કઠોર વલણને કારણે વિશ્લેષકો ઈમરાન ખાનની તુલના શેખ મુજીબુર રહેમાન સાથે કરવા લાગ્યા છે. જેમણે પાક સેના સામે ખુલ્લું યુદ્ધ કરીને પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવ્યું હતું.

શેખ મુજીબુર રહેમાન કોણ હતા?
બંગબંધુ તરીકે જાણીતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ અવામી લીગના પ્રમુખ હતા. તેમણે પાકિસ્તાનના લશ્કરી શાસનનો વિરોધ કર્યો અને 1971માં પાકિસ્તાન આર્મી સામે લડીને પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવ્યું. તેમણે પાકિસ્તાન સામે સશસ્ત્ર સંઘર્ષ કરીને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. તે સમયે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને લશ્કરી શાસક જનરલ અયા ખાન હતા.

ADVERTISEMENT

ઓપરેશન સર્ચલાઇટ શું હતું?
26 માર્ચ, 1971ના રોજ, આહ્યા ખાને પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાં ઓપરેશન સર્ચલાઇટ ચલાવવાનો આદેશ આપ્યો. આ અંતર્ગત બાંગ્લાભાષી લોકોને કચડી નાખવાનો આદેશ હતો. ત્યારે શેખ મુજીબુર રહેમાને પાક આર્મીના આ ગાંડપણ અને આતંકવાદી નિર્ણય સામે યુદ્ધ છેડ્યું હતું. આ યુદ્ધમાં ભારતે પૂર્વ પાકિસ્તાનનું સમર્થન કર્યું અને પછી પાકિસ્તાની સેનાનો પરાજય થયો. ઇસ્લામાબાદના નિયંત્રણમાંથી પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરવામાં આવ્યું હતું. યુદ્ધમાં લગભગ 30 લાખ લોકો માર્યા ગયા હતા અને 90,000 પાકિસ્તાની સૈનિકોને કેદ કરવામાં આવ્યા હતા.

ઈમરાનની સરખામણી શેખ મુજીબુર રહેમાન સાથે
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને થોડા દિવસો પહેલા પોતાની સરખામણી શેખ મુજીબુર રહેમાન સાથે કરી હતી. તેણે કહ્યું કે તે પણ પાક આર્મી સામે એ રીતે લડી રહ્યો છે જે રીતે બંગબંધુ લડી રહ્યા હતા. તેનો સંદર્ભ આજના દિવસની સરખામણી 1971ના યુદ્ધ સાથે કરવાનો હતો. શેખ મુજીબુર રહેમાન 1971માં પાક આર્મીના નિશાના પર હતા અને ઈમરાન ખાન આજે પાક આર્મીના રડાર પર છે. પાક સેનાએ ખાનના સમર્થકો સામે કડક કાર્યવાહી કરી છે. સેનાએ પીટીઆઈ કાર્યકરો સામે કડક વલણ અપનાવ્યું છે.

ADVERTISEMENT

1971ની ભૂલની યાદ અપાવી
ઈમરાન ખાને પાકિસ્તાન સેના પર આરોપ લગાવ્યો છે કે, સૈન્ય 1971 જેવી ભૂલ કરી રહી છે. ખાને કહ્યું કે સેનાના અત્યાચારોને કારણે 1971માં પાકિસ્તાનનું વિભાજન થયું અને અલગ દેશ બાંગ્લાદેશની રચના થઈ. ખાને કહ્યું કે પાકિસ્તાન સેનાએ તે સમયે પૂર્વ પાકિસ્તાનના લોકો પર અત્યાચાર કર્યો હતો. જેના કારણે લોકોમાં પાકિસ્તાન સામે ગુસ્સો હતો અને પરિણામે પૂર્વ પાકિસ્તાનના લોકોએ બળવો કર્યો હતો. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં ઈમરાન ખાને 1971ના ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાની સેનાની હાર પર નિશાન સાધ્યું છે.

ADVERTISEMENT

વીડિયોમાં ખાને કહ્યું કે, અહીં તેઓએ ખૂબ જ ડર પેદા કર્યો છે.લોકોને અટકાયતમાં લઈને, ડરાવીને, લાકડીઓથી મારવાથી, તેઓ વિચારી રહ્યા છે કે તેઓ તેમને નિયંત્રિત કરશે. હું આજે ફરીથી પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ને યાદ કરાવવા માંગુ છું. પૂર્વ પાકિસ્તાન મારા જીવનમાં બન્યું. માર્ચ 1971ના રોજ હું પૂર્વ પાકિસ્તાન અંડર-19 સામેની મેચ રમવા ત્યાં ગયો હતો. અમારું જહાજ જે પાછું આવ્યું તે છેલ્લું જહાજ હતું. મને હજુ પણ યાદ છે કે ત્યાં પાકિસ્તાન સામે નફરત હતી.પણ અમને તેની ખબર પણ ન પડી. ખાને કહ્યું કે જેમ 1971માં મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેવી જ રીતે આજે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT