ચૂંટણી બાદ કોણ બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી? વોટિંગ દરમિયાન સચિન પાયલટે આપ્યા મોટા સંકેત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajasthan Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ 200 બેઠકો છે, પરંતુ એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. તેથી આજે 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. બંને પક્ષ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. હવે 3 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોણ જીતશે અને કોણ હારશે.

અમે ફરીથી બનાવીશું સરકારઃ સચિન પાટલટ

ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા સચિન પાયલટે મીડિયા સાથે ખાસ વાતચીત કરી. રાજસ્થાનમાં તેમની પાર્ટીની સંભાવનાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, જનતા સમજદાર છે, જનતા રાજ્ય અને પોતાના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. તેઓએ કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે 2018માં મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને પૂરી તાકાતથી ચૂંટણી લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે ફરીથી સરકાર બનાવીશું.

….તો મુખ્યમંત્રી કોણ બનશે?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસે અશોક ગેહલોતના ચહેરા પર ચૂંટણી લડી છે. પાર્ટીના બેનરો અને પોસ્ટરોમાં તેમની તસવીર મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. જો ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે? સચિન પાયલટે કહ્યું, ‘અમે બધા રાજસ્થાનમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ. કામ કોણે કર્યું છે તે જનતા જાણે છે. પોસ્ટરમાં કોનો ફોટો મોટો છે અને કોનો ચહેરો છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ચૂંટણી બાદ હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ લીડર બનશે.’

ADVERTISEMENT

ભાજપ 5 વર્ષ સુધી વિપક્ષ તરીકે ગાયબ રહ્યું: પાયલટ

સચિન પાયલટે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષ સુધી વિપક્ષ તરીકે ગાયબ રહી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર આ ચૂંટણી લડી છે તો આનાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? સચિન પાયલટે કહ્યું, ‘PM મોદી હિમાચલ અને કર્ણાટકમાં પણ ભાજપનો ચહેરો હતા, પરંતુ જનતા બુદ્ધિશાળી છે.’

પાર્ટી જે ભૂમિકા આપશે, તે મને મંજૂરઃ અશોક ગેહલોત

તો બીજી બાજુ જો કોંગ્રેસને બહુમતી મળે તો મુખ્યમંત્રી બનવાના પ્રશ્ન પર અશોક ગેહલોતે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે બધાને સ્વીકાર્ય હશે. ચૂંટણી પછી પોતાની ભૂમિકા અંગે ગેહલોતે કહ્યું કે પાર્ટી તેમના માટે જે પણ ભૂમિકા નક્કી કરશે તે તેઓ સ્વીકારશે. પાર્ટીએ તેમને ભૂતકાળમાં ઘણું આપ્યું છે. ભવિષ્યમાં પણ માત્ર પાર્ટી જ જોવા મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT