કોણ છે સારા સની? દેશની પ્રથમ મુક-બધિર એડ્વોકેટ, ચીફ જસ્ટિસ પણ દલિલથી પ્રભાવિત
નવી દિલ્હી : વકીલ સારા સનીની સાંકેતિક ભાષાનો અનુવાદ કરવા માટે દુભાષિએ સૌરવ રૉય ચૌધરીની સ્પીડ જોઇને સીજેઆઇ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ ચકિત…
ADVERTISEMENT
નવી દિલ્હી : વકીલ સારા સનીની સાંકેતિક ભાષાનો અનુવાદ કરવા માટે દુભાષિએ સૌરવ રૉય ચૌધરીની સ્પીડ જોઇને સીજેઆઇ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ ચકિત રહી ગયા હતા. તે લોકોએ સૌરવના વખાણ કર્યા હતા.
ધારદાર દલિલથી ચીફ જસ્ટિસ પ્રભાવિત થયા
ગત્ત મહિને 22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે પહેલીવાર એક એવો કિસ્સાની સુનાવણી પુર્ણ કરી જેની પૈરવી કોઇ મૂક-બધિર વકીલે સાંકેતિક ભાષામાં કરી. આ સુનાવણીમાં બધિર વકીલની મદદથી દુભાષિયા સૌરવ રૉયચૌધરીએ કરી હતી. આ ઐતિહાસિક સુનાવણીના વખાણ થઇ રહ્યા છે. વર્ચ્યુઅલ કોર્ટમાં પોતાના પહેલા મામલે પૈરવી કરી બધિર વકીલ સારા સનીએ ન માત્ર એક સિમાચિન્હ રૂપ સુનાવણી કરી પરંતુ અનેક લોકો માટે નવો રસ્તો બનાવતા રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
મોડરેટરના દુભાષીયાને વીડિયો ઓન કરવાની પરવાનગી નહોતી
શરૂઆતમાં ઓનલાઇન કોર્ટના મોડરેટરે દુભાષિયાઓને વીડિયો ઓન કરવાની પરવાનગી નહોતી આપી પરંતુ ત્યાર બાદ સીજેઆઇના કહેવાથી તેને વર્ચ્યુઅલ કોર્ટમાં વિડોમાં આવવાની પરવાનગી આપી અને સારા સની માટે આ તમામ વ્યવસ્થાઓ એકવોકેટ ઓન રેકોર્ડ સંચિતા એને કરી હતી. દિવ્યાંગોને તક આપવા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચુડની આ પહેલને પાયાનો પત્થર માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
કોણ છે સારા સની?
સારા બાળપણથી જ સાંભળી કે બોલી નથી શકતી પરંતુ તેમના વાલીએ તેમને સપોર્ટ કર્યો અને આજે તે એક સિમાચિન્હ રૂપ કામ કરી રહી છે. સારેએ બેંગ્લુરૂના સેંટ સ્ટીફન કોલેજ ઓફ લોથી એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને હવે પોતાની સીનિયર સંચિતાની દેખરેખમાં સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહી છે.
ADVERTISEMENT