અયોધ્યામાં PM મોદીને પૂજા કરાવનાર પંડિત કોણ, કેમ 22 તારીખનું જ મુહર્ત આપ્યું?

ADVERTISEMENT

Pandit who perform Pooja in Ram Mandir
Pandit who perform Pooja in Ram Mandir
social share
google news

Ayodhya Ram Mandir : અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ઉદ્ધાટન અને રામલલાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પુર્ણ થઇ ચુક્યો છે. પીએમ મોદીએ વિધિવત્ત પુજા પાઠ બાદ કહેવામાં આવી રહ્યું છે કે, રામ આવી ગયા. મોદીને પૂજા પંડિતા ગણેશ્વર શાસ્ત્રીએ કરાવી હતી.

Ayodhya Ram Mandir Pranpratishtha : અયોધ્યામાં 500 વર્ષથી જોવાઇ રહેલી રાહ પુર્ણ થઇ અને શ્રીરામના ભવ્ય મંદિરનું પીએમ મોદીના હાથે સોમવારે ઉદ્ધાટન થઇ ગયું. વિશેષ મુહૂર્તમાં પીએમ મોદીએ જન્મભૂમિ પર વિરાજમાન રામલલાની આરતી ઉતારી અને વિધિ વિધાનસાથે પુજન કર્યું અને આરતી ઉતારી હતી. રામલલાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહર્ત કાઢવાથી માંડીને ગર્ભગૃહમાં આજે પુજા પુર્ણ કરાનારા પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તે કાશીથી અયોધ્યા આવ્યા હતા. જ્યાંના પીએમ મોદી સાંસદ છે. ગણેશ્વર શાસ્ત્રીએ જ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટનનું મુહૂર્ત કાઢ્યું હતું. કાશીના રામઘાટ વિસ્તારમાં ગંગા કિનાર રહેનારા પંડિત ગણેશ્વર શાસ્ત્રી મુળ રીતે દક્ષિણ ભારતથી અહી આવ્યા હતા. તેમના ભાઇ પંડિત વિશ્વેશ્વર શાસ્ત્રી પણ પ્રકાંડ વિદ્ધાન છે. મોટા ભાગના મુહૂર્ત બંન્ને ભાઇએ મળીને જ કાઢ્યા હતા.

કેશવ બન્યા બ્રહ્મા, ગણેશ્વર સંરક્ષક, લક્ષ્મીકાંત રહ્યા આચાર્ય

પૂજનમાં ગર્ભગૃહમાં સાત પુરોહિત હાજર રહ્યા. વૈદિક પરંપરા અનુસાર યજ્ઞમાં સંરક્ષણ, બ્રહ્મા, આચાર્ય આદિ પદો પર પુરોહિતોને આસીન કરાવીને વિધિ સંપન્ન કરાવાય છે. મહારાષ્ટ્રના કેશવ અયાચિતે બ્રહ્માની ભુમિકા નિભાવી. કાશીના વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પંડિત વિશ્વેશ્વર શાસ્ત્રી દ્રવિડ સંરક્ષક તરીકે રહ્યા. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના આચાર્યત્વમાં સમારંભનું આયોજન થયું. અરૂણ દીક્ષિત ગાણપત્ય અને સુનીલ દીક્ષિત સર્વોપદૃષ્ટાની ભુમિકામાં હાજર રહ્યા. શાંતારામ ભાનોસે સભ્ય અને ગજાનન જ્યોતકરે સહયોગી તરીકે ભુમિકા નિભાવી.

ADVERTISEMENT

વૈદિક પરંપરા અનુસાર યજ્ઞમાં પુજનમાં બ્રહ્મા બન્યા હતા. સંરક્ષક તરીકે પુરોહિત તમામ વિધિ વિધાન પર નજર રાખી રહ્યા હતા. જ્યારે આચાર્યની જવાબદારી મુખ્ય રીતે કર્મકાંડની વિધિઓનું પાલન કરાવવાની હોય છે.પુજનમાં ગાણપત્યનું કાર્ય હોય છે કે, કોઇ અડચણ પેદા ન થાય. કઇ રીતે બાધા આવવાની સ્થિતિમાં સર્વોપદષ્ટા સમાધાનની વ્યવસ્થા કરે છે.

ધર્મસંકટમાંથી બહાર કાઢવાનું હુનર પણ જાણે છે

પંડિત ગણેશ્વર શાસ્ત્રી કાશીમાં પોતાની શાસ્ત્રાર્થશાળા છે. તેમના પરદાદાએ દક્ષિણથી અહીં આવીને તેની શરૂઆત કરી હતી. તેમના દાદા જ્યારે કાશી પહોંચ્યા તો અહીંના પંડિતોએ તેમની પરીક્ષા લીધી હતી. ત્યારે તેમને કાશીમાં રહેવાની તક મળી હતી. અહીં બાળકોને આચાર્ય બનવા અને કર્મકાંડનો અભ્યાસ કરાવાય છે. શહીદ રાજગુરૂ પણ અહીંના વિદ્યાર્થી રહી ચુક્યા છે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ વેદશાસ્ત્રના વિદ્વાન છે. ધર્મપ્રચાર માટે સમગ્ર દેશમાં ભ્રમણ કરે છે. લોકોની સમસ્યાના નિરાકરણ માટે જ્યોતિષ, આયુર્વેદ અને કર્મકાંડ અંગે પણ માર્ગદર્શન નિ:સ્વાર્થ ભાવે કરે છે.

ADVERTISEMENT

22 તારીખની જ કેમ પસંદગી?

ગણેશ્વર શાસ્ત્રીના અનુસાર 22 જાન્યુઆરી સર્વોત્તમ દિવસ છે. આ દિવસે કોઇ પણ મુહૂર્ત દોષ ઉત્પન્ન કરનારા પાંચ બાણ રોગ બાણ, મૃત્યુબાણ, રાજ બાણ, ચોર બાણ અને અગ્નિ બાણનો કોઇ પ્રભાવ પડતો નથી. આ પાંચ બાણ પોતાના નામ અનુસારનો પ્રભાવ છોડે છે. ગણેશ્વર શાસ્ત્રીએ આજે માત્ર 84 સેકન્ડ (12:30:32) નું મુહર્ત આપ્યું હતું. આ મુહર્તમાં મંદિરનું ઉદ્ધાટન અને મુખ્ય પુજન થયું છે.

ADVERTISEMENT

પરદાદા રામેશ્વરમથી કાશી આવ્યા હતા

ગણેશ્વર શાસ્ત્રીના પરદાદા રામ સુબ્રમણ્ય ઘનપાઠી રામેશ્વરમથી કાશી આવ્યા હતા. 200 વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં કૃષ્ણયજુર્વેદના બે અધિકારીક વિદ્વાન હતા. એક તો રામ સુબ્રમણ્ય ઘનપાઠી અને બીજા મુતુ ઘનપાઠી. આજે દક્ષિણ ભારતમાં કૃષ્ણયજુર્વેદના જેટલા પણ વિદ્વાનો છે તે આ જ બે પરંપરારમાં આવે છે. ત્રીજુ કોઇ નથી જે પોતે વિદ્વાન રહ્યા હોય અને તમામને ભણાવ્યા પણ હોય.રામસુબ્રમણ્ય ઘનપાઠી, શેષજટાવલ્લવની પદવી મળી હતી, તેઓ ત્યાંથી પગપાળા પ્રયાગ આવ્યા હતા. આ ગામથી ત્યાં ગંગાજળ લઇને પગપાળા જ તેઓ રામેશ્વર ગયા હતા. રામેશ્વર ભગવાનને ગંગાજળ અર્પિત કર્યું. ત્યાંથી રામસેતુની રેતી લઇને કાશી આવ્યા. છ મહિનામાં પગપાળા ચાલીને કાશી આવ્યા.

અહીં પરીક્ષા આપવી પડી

કાશીમાં પરદાદાનો 36 મો દિવસ સુધી અહીંથી વિદ્વાનોએ પરીક્ષા લીધી હતી. મંત્રપાઠમાં તેઓ ક્યાંય ચુકતા નથી. કાશીમાં તેઓ મહાસ્મશાન મણિકર્ણિકા ઘાટ નજીક રહે છે. માંગ્યા વગર જે કાંઇ પણ મળે તેમાં જ પોતાનું નિર્વહન કરે છે. મણિકર્ણિકા ઘાટ પર આખો દિવસ તેઓ કૃષ્ણયજુર્વેદનું ઘનપારાયણ અને વિષ્ણુસહસ્ત્રનામનું પારાયણ કરતા રહેતા હતા. દશાશ્વમેઘ ઘાટથી શાકભાજી વેચનારી મહિલાઓના ઘરે જતા સમયે વધેલું શાકભાજી તેમને આપતા હતા. તે જ શાકભાજી રાત્રે તેઓ રાંધીને ખાતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT