વિશ્વમાં સૌથી વધારે સોનું કયા દેશ પાસે છે? આ વ્યક્તિ પાસે આખા દેશ જેટલું સોનું છે
અમદાવાદ : જ્યારે પણ કોઈ રોકાણ કરવા માંગે છે, ત્યારે તે પહેલા સોનામાં રોકાણ કરવાનું વિચારે છે. શું તમે જાણો છો કે આખી દુનિયામાં કયા…
ADVERTISEMENT
અમદાવાદ : જ્યારે પણ કોઈ રોકાણ કરવા માંગે છે, ત્યારે તે પહેલા સોનામાં રોકાણ કરવાનું વિચારે છે. શું તમે જાણો છો કે આખી દુનિયામાં કયા દેશમાં સૌથી વધુ સોનું છે? આવો જાણીએ કે કયા દેશમાં કેટલું સોનું છે.
ભારતીય પરિવારો પાસે કેટલું સોનું છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગનું સોનું પેઢી દર પેઢી ટ્રાન્સફર થયું છે. આ ઉપરાંત ભારતીય પરિવારોમાં લગ્ન જેવા વિવિધ શુભ અવસર પર સોનું આપવાની પણ પરંપરા છે. સ્ત્રીઓ સદીઓથી વારસા તરીકે સોનું મેળવે છે. અંદાજ મુજબ, ભારતીય પરિવારો પાસે લગભગ 25000 ટન (આશરે 22679618 કિલો) સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ઈન્ડિયાના ડાયરેક્ટર સોમસુંદરમનું કહેવું છે કે 2020-21ના અભ્યાસ મુજબ ભારતીય પરિવારો પાસે 21-23000 ટન સોનું હતું. પરંતુ હવે 2023માં તે લગભગ વધીને 24-25000 ટન એટલે કે 25 મિલિયન કિલોથી વધુ થઈ ગયું છે. આ એટલું સોનું છે કે, તે ભારતના કુલ જીડીપીના 40 ટકા જેટલું છે. ઓક્સફર્ડના એક રિપોર્ટ અનુસાર, વિશ્વના 11 ટકા સોનું એકલા ભારતીય પરિવારો પાસે છે. આ અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની અને IMFના કુલ સોનાના ભંડાર કરતાં વધુ છે.
ભારત પછી સાઉદી શાહી પરિવાર સૌથી વધુ સોનાનો માલિક છે. ગ્લોબલ બુલિયન સપ્લાયરના અહેવાલ મુજબ, સાઉદી શાહી પરિવારે 1920 ના દાયકામાં તેલની કમાણીથી મોટાપાયે સોનું ખરીદ્યું અને સેંકડો ટન સોનાના માલિક બન્યા. જો કે, સાઉદી શાહી પરિવારે ક્યારેય સ્પષ્ટપણે જાહેર કર્યું નથી કે તેમની પાસે કેટલું સોનું છે. આ યાદીમાં ત્રીજા સ્થાને અમેરિકન રોકાણકાર જોન પોલસન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલસને સોનામાં મોટું રોકાણ કર્યું છે. જ્યારે સોનાના ભાવ નીચા હતા ત્યારે તેણે અનેક ટન સોનું ખરીદ્યું હતું. 2011 અને 2013 ની વચ્ચે, જ્યારે સોનાની કિંમત આસમાને પહોંચી હતી, ત્યારે પોલસને સોનામાંથી 5 અબજ ડોલરની કમાણી કરી હતી.
ADVERTISEMENT
કઈ સરકાર પાસે સૌથી વધુ સોનું છે?
વિશ્વના વિવિધ દેશોની સરકારોએ સોનાને અનામતમાં રાખ્યું છે. આ યાદીમાં અમેરિકા ટોચ પર છે. ઈકોનોમી એન્ડ માર્કેટના રિપોર્ટ અનુસાર અમેરિકા પાસે 8133.5 મેટ્રિક ટન સોનું રિઝર્વ છે. તેના વિદેશી ભંડારમાંથી 75 ટકા સોનાના રૂપમાં છે. બીજા સ્થાને જર્મનીનું નામ આવે છે. જેની પાસે 3359.1 મેટ્રિક ટન સોનું છે. ઓક્સફર્ડના રિપોર્ટ અનુસાર તાજેતરના વર્ષોમાં જર્મનીના લોકોએ સોનામાં ઝડપથી રોકાણ કર્યું છે.
જો આપણે સોનાના ખરીદદારોની વૈશ્વિક સૂચિ પર નજર કરીએ તો, જર્મનો ટોચ પર છે. ઇટાલી સોનાના ભંડારના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે, તેમની પાસે 2451.8 મેટ્રિક ટન સોનું છે. આ પછી ફ્રાન્સ (2436.4 એમટી), રશિયા (2298.5 એમટી), ચીન (2113.4 એમટી), સ્વિટ્ઝર્લેન્ડ (1040 એમટી) અને જાપાન (846 એમટી) આવે છે.
ADVERTISEMENT
ભારત પાસે કેટલું ગોલ્ડ રિઝર્વ છે?
સોનાના ભંડારની બાબતમાં ભારત વિશ્વમાં નવમા ક્રમે છે. ભારત પાસે 806.7 મેટ્રિક ટન સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, ભારતના સોનાના ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આ જ ગતિ ચાલુ રહેશે તો તે થોડા વર્ષોમાં ટોપ 5માં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં ભારતમાં માત્ર 357.5 મેટ્રિક ટન સોનું હતું, જે જૂન 2023 સુધીમાં 2 ગણાથી વધુ વધી ગયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT