Hindenburgની જે રિપોર્ટના કારણે Adani Groupને કરોડોનું નુકસાન થયું તેમાં શું દાવો કરાયો છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ Hindenburgની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો અટકવાનું નામ નથી રહ્યો. બુધવારથી ગ્રુપને 50 હજાર કરોડનું નુકસાન થયું હતું, આજે પણ અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર તળિયે પહોંચી ગયા છે. એવામાં અદાણી ગ્રુપને આજે પણ મોટું નુકસાન થઈ શકે છે. હિંડનબર્ગની રિપોર્ટ બાદ Adani Groupના તમામ શેરોને વેચવાની જાણ હોડ જામી ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે Hindenburgની રિપોર્ટમાં શું દાવા કરવામાં આવ્યા છે જેના કારણે અદાણી ગ્રુપને રોજે હજારો કરોડમાં નુકસાન થઈ રહ્યું છે?

હિંડનબર્ગની રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર કરાયા ગંભીર આરોપ
હિંડનબર્ગની રિસર્ચની રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અદાણી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ 120 અબજ ડોલર છે. તેમાંથી 100 અબજ ડોલરથી વધારે ઉછાળો પાછલા 3 વર્ષમાં આવ્યો છે. આનું કારણ ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓના શેરોમાં તેજી છે. તેમાં આ દરમિયાન 819 ટકાની વૃદ્ધિ થઈ છે.

રિપોર્ટમાં અદાણી પરિવારના નિયત્રંળ વાળી કંપનીઓ વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. આ કંપનીઓ કેરેબિયન અને મોરિશિયસથી લઈને સંયુક્ત અરબ અમીરાત સુધી છે. તેમાં દાવો કરાયો આ એકમોનો ઉપયોગ ભ્રષ્ટાચાર, મની લોન્ડ્રીંગ અને ટેક્સ ચોરીને અંજામ આપવા માટે કરાયો છે. સાથે જ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનો પૈસાની હેરાફેરી માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

હિંડનબર્ગે કહ્યું કે, રિસર્ચને લઈને અદાણી ગ્રુપના પૂર્વ સીનિયર અધિકારીઓ સહિત ઘણા વ્યક્તિઓ સાથે વાતચીત કરવામાં આવી. હજારો દસ્તાવેજોની સમીક્ષા કરવામાં આવી અને લગભગ 6 નાના દેશોમાં જઈને સ્થિતિની તપાસ કરવામાં આવી અને 2 વર્ષ સુધી રિસર્ચ કર્યા બાદ આ રિપોર્ટ બનાવવામાં આવી છે. કંપનીના તે પ્રયાસો પરથી પડદો હટાવવાનો દાવો કરાયો જેમાં કેટલાક મુખ્ય એકમોને ઢાંકવાના ઉપાય કરાયા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે, ગ્રુપની મુખ્ય લિસ્ટેડ કંપનીઓએ ખૂબ લોન લીધી છે. જેમાં જ્યારે શેરના ભાવ ઊંચા હતા ત્યારે તેને ગિરવે મૂકીને લેવામાં આવેલી લોન પણ સામેલ છે. તેણે સમગ્ર ગ્રુપની નાણાકીય સ્થિતિને ડામાડાળ કરી નાખી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Adani Groupના તમામ શેરોમાં આજે પણ મોટો ઘટાડો, 2 શેરોમાં લોઅર સર્કિટ, હિંડનબર્ગની રિપોર્ટથી હોબાળો!

ADVERTISEMENT

અદાણી ગ્રુપે આરોપો પર શું કહ્યું?
હિંડનબર્ગની રિપોર્ટ પર અદાણી ગ્રુપે કહ્યું કે,રિપોર્ટને લઈને તથ્યોની પુષ્ટિ માટે તેમનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી અને આ અચંબિત અને પરેશાન કરનારી બાબત છે. પોર્ટથી લઈને એનર્જી સેક્ટરમાં કામ કરી રહેલા ગ્રુપે કહ્યું કે, રિપોર્ટ બીજું કંઈ નહીં પરંતુ ખોટી અને નિરાધાર સૂચનાઓ પર તૈયાર કરવામાં આવી છે, જેને હેતુ સંપૂર્ણ રીતે દુર્ભાવનાપૂર્ણ છે. જે બાબતોને આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે, તેને ભારતની કોર્ટે પણ નકારી દીધી છે. હવે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ વિરુદ્ધ શેરના વેચાણને નુકસાન પહોંચાડવાના મામલે અદાણી ગ્રુપ કાયદાકીય પગલા લેવાનો વિચાર કરી રહ્યું છે.

હિંડનબર્ગે અદાણી ગ્રુપના પગલા લેવાની વાત પર આપી પ્રતિક્રિયા
કાયદાકીય પગલાને લઈને હિંડનબર્ગે કહ્યું કે તે સંપૂર્ણ રીતે પોતાની રીપોર્ટના સમર્થનમાં છે અને અદાણી ગ્રુપ દ્વારા કોઈપણ કાયદાકીય કાર્યવાહીનું સ્વાગત કરશે. તેમણે આગળ એમ પણ કહ્યું કે જો અદાણી ગંભીર હોય તો તેમણે અમેરિકામાં પણ કેસ દાખલ કરવો જોઈએ જ્યાં અમે કામ કરીએ છીએ. અમારી પાસે કાયદાકીય પ્રક્રિયામાં માગવામાં આવતા દસ્તાવેજોની એક લાંબી લિસ્ટ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT