ભારતીય ટીમમાં લગ્નની સિઝન: શાર્દુલ ઠાકુરના લગ્નમાં સમગ્ર ટીમ નાચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કરી લીધા છે. ઠાકુરે સોમવારે મહારાષ્ટ્રના કર્જત ખાતે લગ્ન કર્યા હતા. રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને યજુવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ તેમાં જોડાયા હતા. રોહિતની સાથે પત્ની રિતિકા પણ પહોંચી હતી. મુંબઇ રણજી ટ્રોફી ટીમના કોચ અભિષેક નાયર અને અનેક અન્ય પ્લેયર પણ શાર્દુલના લગ્નમાં જોડાયા હતા.

શાર્દુલ ઠાકુરના લગ્નમાં રોહિત સહિત મુંબઇના તમામ ખેલાડી જોડાયા
શાર્દુલના ટીમમેટ શ્રેયસ અય્યરે ડીજેની ધુન પર ડાંસ કરતા જોવા મળ્યો હતો. રોહિત અને મુંબઇ ટીમના અન્ય ખેલાડીઓ પણ સંગીત સેરેમનીમાં જોડાયા હતા અને મનમુકીને ડાન્સ કર્યો હતો. શાર્દુલની હલ્દી સેરેમની 25 ફેબ્રુઆરીએ થઇ હતી. 26 ના દિવસે સંગીત સેરેમની દરમિયાન તેમણે સૈરાટ ફિલ્મના ઝિંગાટ ગીત પર ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં શ્રેયસ અય્યરે પણ ડાન્સ કર્યો હતો.

શાર્દુલ ઠાકુરે મરાઠી રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા
31 વર્ષના શાર્દુલે મરાઠી રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા. મિતાલી અને શાર્દુલ મરાઠી ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવ્યા હતા. ઠાકુર પરિવાર અને દોસ્તો સાથે ડાંસ કરતા પણ જોવા મળ્યા હતા. ઇન્ટરનેટ પર પોતાના દોસ્તો અને પરિવારના સભ્યો સાથે તેમને ફોટો પણ વાયરલ થયા હતા.

ADVERTISEMENT

કોણ છે મિતાલી?
મિતાલી બિઝનેસવુમ છે. તેમણે ધ બેક્સ કંપનીની સ્થાપના કરી. મુંબઇ અને થાણેમાં છે. તેમની કંપની બેકરી આઇટમ્સ સપ્લાઇ કરે છે. 2020 માં મિતાલી ઓલ ધ જૈજ લક્ઝરી બેકર્સ કંપની પણ ખોલી હતી. તેમાં પણ બેકરી આઇટમ્સનું વેચાણ થાય છે. રિપોર્ટ અનુસાર શાર્દુલ અને મિતાલી ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા. જો કે શાર્દુલની ક્રિકેટ વ્યસ્તતા બાદ બંન્નેએ મહારાષ્ટ્રમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં 250 થી 300 સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. મુંબઇમાં જ રિસેપ્શન રાખવામાં આવશે.

શાર્દુલની વ્યસ્તતાને કારણે લગ્ન મરાઠી રીતિ રિવાજ સાદાઇથી લગ્ન
મિતાલીએ જણાવ્યું કે, શાર્દુલ મુંબઇમાં લીગન ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા. 24 ફેબ્રુઆરીએ અંતિમ મેચ રમ્યા બાદ 25 મી તારીખે જ તેઓ પરિવારની સાથે જોડાઇ શક્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ત્રીજા ખેલાડીએ ગત્ત થોડા દિવસોમાં લગ્ન કર્યા છે. શાર્દુલની પહેલા બેટ્સમેન કે.એલ રાહુલે 23 જાન્યુઆરીએ બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. રાહુલ બાદ અક્ષર પટેલે 26 જાન્યુઆરી મેહા સંગ લગ્ન કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT